સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

હળવદઃ ગિરનારી નગરમાં રૂ.૧૪ લાખના દાગીનાની ચોરીઃ ઘરધણી પોતાના ગામ ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કર્યુ

હળવદ, તા.૧૪: શહેરના ગિરનારી નગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ રવિવારે  મકાન બંધ કરીને તેમના ગામ રાયસંગપર ગામે ગયા હતા જેથી પાછળથી તેમના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું.તસ્કરો તેમના મકાનના પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા.અને મકાનમાંથી રૂ.૧૪ લાખના સોનાના દ્યરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ દરમ્યાન મકાન માલિક આજે પોતાના દ્યરે પરત આવ્યા હતા.ત્યારે મકાનનું તાળું તૂટેલું અને દ્યરમાં સામાન વેર વિખેર થયેલો જોવા મળતા તેમને ફાળ પડી હતી અને દ્યરની તિજોરી ખુલ્લી જોવા મળતા તેમાંથી ૬૨ તોલા સોનાના દાગીના ગાયબ જોવા મળતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.આથી આ બનાવની તેમણે પોલીસને જાણ કરતા હળવદ પોલીસ દ્યટનાસ્થળે દોડી જઈને દ્યટના સ્થળનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરીને ડોગ સ્કવોર્ડ અને એફ.એસ.એલ તથા ફિગર પ્રિન્ટની.મદદથી ચોરીના બનાવનો ભેદ ઉકેલવાનીઙ્ગ તપાસ હતા ધરી છે.

આવડી મોટી ચોરીની દ્યટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.જેમાં મકાન માલિક એમના દ્યરનો પાછળ નો દરવાજો અંદરથી બંધ કરીને ગયા હતા.આથી તસ્કરોએ એમના પાછળના ભાગેથી આવીને બારીના દરવાજના નકુચા તોડી હાથ લંબાવી અંદરથી બારણું ખોલીને પ્રવેશ્યા હતા.બીજી બાબત એ છે કે, જાણ્યે અજાણ્યે મકાન માલિક તિજોરીની ચાવી દ્યરમાં રાખતા ગયા હતા અને તસ્કરોએ તેમના દ્યરમાંથી ચાવી શોધીને આ બનાવને અંજામ આપ્યો હતો.દ્યરમાં જ તિજોરીની ચાવી હોવાથી તસ્કરોએ ચોરી કરવી આસન બની હતી. ત્રીજી બાબત એ છે કે,હળવદમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી આ ચોરીનો બનાવ બન્યો ત્યારે પોલીસ અસરગ્રસ્તોની મદદ માટે રોકાયેલી હતી.તેથી તસ્કરોએ આ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.જયારે ચોથી વાત એ છે કે તસ્કરોને આ મકાન જ કેમ ધ્યાને આવ્યું અને દ્યરમાં જ તિજોરીની ચાવી છે એ કેવી રીતે ખબર પડી? આથી તસ્કરો જાણભેદુ હોવાની શંકા છે. જયારેઙ્ગ પાંચમી વાત એ છે કે મકાન પાછળ વાળી હોય તેમજ બાજુમાં બે મોટા ફ્લેટ બનતા હોય જેના કારણે આજુબાજુના લોકોને જો અવાજ આવે તો પણ એવું લાગે કે આ ફ્લેટ બની રહ્યાછે તેમાં કોઇ મજૂર રાતના કામ કરતું હશે સાથે જ તસ્કરો ચોરી કરી આરામથી દીવાલ ટપી પાછળની વાડીમાં જતા રહ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધાયા બાદ રાજકીય આગેવાની પણ મધ્યસ્થી કરતા હવે પોલીસ માટે આ ચોરીનો બનાવ પડકારરૂપ બની ગયો છે.

(11:45 am IST)