સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ઉનામાં જુગાર રમતા ૬ શખ્સો ૨૫ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા.૧૪: સુગર ફેકટરીના મેદાનમાં જુગાર રમતા ૬ શખ્સોને ૨૫ હજારની રોકતડ સાથે પોલીસે પકડી પાડેલ છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સા.જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી સા.ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક અમીત વસાવા સા.વેરાવળ વિભાગ, વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.એન.રાજ્યગુરૂ તથા પો.હેડ.કોન્સ પી.જે.વાઢેર તથા પો.કોન્સ મેહુલસીંહ પ્રતાપભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસીહ હરાજભાઇ તથા પ્રકાશ ભીમાભાઇ તથા પો.ક્રોન્સ ભીખુશા બચુશાનાઓેએ પો.હેડ કોન્સ. પી.જે.વાઢેરની બાતમી આધારે ઉના સગર ફેકટરીના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો (૧)ફારૂક કાસમભાઇ બંમાણી ઉ.વ.૩૮ (૨)વાહીદ કરીમભાઇ લાહેજી આરબ ઉ.વ.૪૫ (૩)જયેશ ઉકાભાઇ ઝાલા વણકર   ઉ.વ.૩૨ (૪)ગીરીશ ભીમાભાઇ બાબરીયા વણકર ઉ.વ.૩૪ (૫)પુનીત છગનભાઇ ચૌહાણ ભોય ઉ.વ.૩૫ (૬)અબ્દુલસમદબીન અકરીમ લાહેજી આરબ ઉ.વ.૩૫ રહે.બધા ઉના વાળાઓને કુલ રોકડ રકમ રૂપીયા ૨૫,૩૯૦ સાથે તથા ગંજીપાનાના પતા સાથે પકડી લીધા છે તપાસ પો.હેડ.કોન્સ શ્રી પી.જે.વાઢેર ચલાવી રહ્યા છે.

(11:42 am IST)