સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

વિંછીયાના ભડલી ગામના એટ્રોસીટી કેસના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા.૧૪: વિછીયા તાલુકાના ભડલી ગામના એટ્રોસીટી એકટના ગુનાના આરોપસર પકડાયેલ આરોપીયો ૧)ધીરૂભાઇ કમાભાઇ માલકીયા ૨)વલ્લભભાઇ કમાભાઇ માલકીયા ૩)ગોપાલભાઇ કરમશીભાઇ માલકીયા અને ૪)કાનજીભાઇ બુધાભાઇ તાવીયા સામે કેસ ચાલી જતા રાજકોટના એડીસનલ સ્પેશીયલ (એટ્રોસીટી) જજશ્રીએ તમામ આરોપીઓને નીર્દોષ ઠરાવી. છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુકમા હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ભડલી ગામના ઉપસરપંચ હોય ગામમાં પાણી આવતુ ન હોય જેથી આ બાબતે આરોપીઓએ તા.૧૮-૦૧-૨૦૧૬ના રોજ સવારના દસેક વાગ્યાના સરસામા વીરાવાડી રોડ ઉપર ફરીયાદી હતા ત્યા આરોપીઓએ જઇ ફરીયાદીને કહેલ કે ગામમા પાણી કેમ આવતુ નથી અને જો પાણી ન આપી શકતા હોય તો રાજીનામુ આપી દયો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હળધુત કરેલ અને ફરીયાદીને પાઇપથી માથાના ભાગે ઇજા કરેલાને જાહેરમાં હથીયાર ધારણ કરી તેમ કરી ગુન્હો કરેલ જે અંગેની ફરીયાદ ફરીયાદી દ્વારા જસદણ પો.સ્ટે.ગુ.ર.નં.૦૭-૨૦૧૬ થી ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬ (૨), ૧૧૪ તથા અનુસુચીત જાતી અને જનજાતી (અત્યાચાર નીવારણ) અધીનીયમ ૧૯૮૯ની કલમ ૩(૧)(૧૦),૩(૨)(૫-એ) તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૩૭(૧),૧૩૫ મુજબના કામે નોંધાવેલ નહતી.

ઉપરોકત તમામ હકીકતો તેમજ દલીલો ધ્યાને લઇ રાજકોટના એડસીનલ સ્પેશીયલ (એટ્રોસીટી) જજશ્રી એવા મંતવ્ય ઉપર આવેલ કે ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય તમામ આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામે તમામ ચારેય આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ.પટગીર તેમજ વિક્રાંત બી.વ્યાસ રોકાયેલ હતા.

(11:38 am IST)