સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ડ્રીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો- ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ

દેવભુમિ દ્વારકા તા.૧૪ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકની શરૂઆતમાં કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ પુનમબેન માડમને આવકારી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.પી. વાદ્યેલાએ ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. જેમાં (૧) મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૧૮-૧૯ દરમયાન ૬૨૭ પબ્લિક ઓરિન્ટેડ કામો અને ૧૭૮ વનીકરણ કામો અંગે ચર્ચા કરી હતી. (ર) નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા વિવિધ ૧ થી ૧૯ પ્રવૃતિઓના લક્ષ્યાંક નિયત સમય મર્યાદામાં પુર્ણ કરાયા છે. (૩) દિન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત વર્ષ ૧૬-૧૭ માં આ યોજનાના ૫૨૨ લાભાર્થીઓને તાલીમ લક્ષ્યાંક માટે ત્રણ સંસ્થાઓને કામ આપવામાં આવ્યું હતું. તે પૈકી નવજીવન ટ્રસ્ટ દ્વારા ૧૭૬ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવેલ છે. ૩૦ જુન-૨૦૧૯ અંતિત કોઇ સંસ્થા નકકી થયેલ નથી કે લક્ષ્યાંક અપાયેલ નથી તેમ જણાવ્યું હતું. (૪) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પ) નેશનલ સોશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ (૬) પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી –દરેકને દ્યર) (૭) પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) વર્ષ ૨૦૧૯- ૨૦ના ૫૮૩ના લક્ષ્યાંકો પૈકી ૩૦૦ આવાસ મંજુર કરી ૮૪ લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચુકવાઇ ગયેલ છે. ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન લક્ષ્યાંક પુર્ણ કરવામાં આવશે. (૮) સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ) (૧૦) નેશનલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ (૧૧) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ઇન્ટીગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ (૧ર) ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઇઝેશન (૧૩) દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના (૧૪) શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન- નેશનલ રૂર્બન મિશન (૧૫) નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના (૧૬) અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, (૧૭) સ્માર્ટ સીટી મિશન (૧૮) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (૧૯) નેશનલ હેલ્થ મિશન (૨૦) સર્વ શિક્ષા અભિયાન (૨૧) ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવપમેન્ટ સ્કીમ (૨૨) મીડ ડે મીલ સ્કીમ (૨૩) પ્રધાનમંત્રી ઉજવલા યોજના એલપીજી કનેકશન ટુ બીપીએલ ફેમિલીઝ (ર૪) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (૨૫) ડીઝીટલ ઇન્ડીયા – પબ્લીક ઇન્ટરનેટ એકસેશ પ્રોગ્રામ – પ્રોવાઇડીગ કોમન સર્વિસ સેન્ટર ઇન ઇચ ગ્રામ પંચાયત (૨૬) ઇન્ફાસ્ટ્રકચર રીલેટેડ પ્રોગ્રામ લાઇક ટેલીકોમ રેલ્વેસ, હાઇવેસ, વોટરવેસ, માઇન્સ વગેરે (૨૭) પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના (૨૮) સંકલિત ઉર્જા વિકાસ જિલ્લા માહિતી કચેરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, લાલપુર રોડ, ખંભાળીયા યોજના (ર૯) નોન લેપ્સેબલ કેન્દ્રીય પુલ રિસોર્સ યોજના (૩૦) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (૩૧) પરંપરાગત કૃષિ વિકાસ યોજના (૩૨) સોઇલ હેલ્થ કાર્ડ યોજના (૩૩) ઇ-રાષ્ટ્રીય કૃષિ બજારો (૩૪) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (૩૫) એકસેલરેટેડ સિંચાઇ લાભ યોજના (૩૬) સ્ત્રાવ વિસ્તાર વિકાસ અને જળ વ્યવસ્થાપન કાર્યક્રમ (૩૭) પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (૩૮) પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ (૩૯) સુગમ્ય ભારત અભિયાન (૪૦) બેટી બચાવો, બેટી પઢાવો (૪૧) રાષ્ટ્રીય ખાધાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ. સાંસદસભ્યશ્રી પુમનબેન માડમે દિશા બેઠકના જુદા જુદા મુદાઓ વિશે લગત કચેરી/ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કરી જણાવ્યું હતું કે લોક ભાગીદારીથી લોકોને ઇન્વોલ કરી કામો કરવામાં આવશે તો લોકો ઉત્સાહ પુર્વક ભાગ લઇ પુરે પુરો સપોર્ટ કરશે. સ્વચ્છ ભારત મિશન યોજના અન્વયે તમામ ચીફ ઓફીસરશ્રીઓને સફાઇ માટે ખાસ તાકિદ કરી હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અન્વયે જિલ્લાના તમામ ગામોમાં જાહેર સ્વચ્છતા માટે સામુહિક સૌચાલય, કમ્પોસ્ટ પીટ, શોકપીટ, શેગ્રીગેશન શેડની કામગીરી માટે ગ્રામ્ય વિસ્તારમાં જાહેર સ્વચ્છતા માટે સદ્યન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદાઓ અંગે લગત ખાતા/ કચેરીઓના અધિકારીશ્રીઓને સોંપાયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પુર્ણ કરવા જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.પટેલ, રેલ્વેના અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી જોશી તથા શ્રી વિઠલાણી, નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો, ચીફ ઓફીસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)