સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

સાસણ ખાતે સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે યોજાઇ મહારેલી સૌરાષ્ટ્રના પ જિલ્લાના ૪૦ તાલુકાની પપ૦૦ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ મળીને ૧૧ લાખથી વધુ લોકો જોડાયા-લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ

જુનાગઢ તા.૧૪ : તા.૧૦ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિન. ગીર વિસ્તાર જ પુરતુ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ અને આગવી ઓળખ સિંહ ોય, વિશ્વ સિંહ દિવસ  નિમિતે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ જુનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ અર્થે મહારેલીઓ યોજાઇ હતી. આજ રોજ પાંચ જિલ્લામાં ૪૦ તાલુકાના પપ૦૦ શાળાના વિદ્યાર્થીઓ સંગાથે ૧૧લાખથી વધુ લોકોએ ભાગ લઇ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે રેલીમાં જોડાઇ અને પ્રતિજ્ઞા લીધી હતી. આ મહાજાગૃતિ સંકલ્પની નોંધ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ ૪૦ તાલુકા જેમાં પપ૦૦ પ્રાથમીક શાળા, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો, પ્રકૃતિપ્રેમીઓ,ગ્રામજનો વન વિભાગના વિવિધ અધિકારી-કર્મચારીઓ એમ કુલ ૧૧ લાખથી વધુ લોકો જોડાયા હતા જે અન્વયે લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રોવીઝનલ સર્ટીફીકેટ પણ એનાયત કરવામા આવ્યું હતું.

મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું કે લોકજાગૃતિ માટે આજના બાળકો જે ભવિષ્યના નાગરીક છે તેઓ સિંહ, ગીર, ગીર વનસ્પતિ, વન્ય જીવો અને આપણા જીવન સાથે સિંહ કેવી રીતે અનેકયાં જોડાયેલ છે તે વિષે જાણે તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ હતું કે આપણે સિંહનું પૂજન કરીએ તો સિંહનું સંરક્ષણ અને સંવર્ધન આપોઆપ થઇ જશે. ગુજરાત સરકારશ્રી દ્વારા વન્ય જીવો માટે અનેક સવલતો પણ કરવામાં આવી છે વન્યજીવોને તાત્કાલીક સારવાર મળી રહી તે માટે એમ્બ્યુલન્સ સેવા, સિંહોને રેડિયો કોલર લગાડવામાં આવેલ. તથા હાઇટેક ટેકનોલોજી વડે મોનીટરીંગ કરવામાં આવે છે.

કાર્યક્રમનાં પ્રારંભે નાયબ વન સંરક્ષક ડો. મોહન રામે આમંત્રીતોને આવકારી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની વિગતો આપતા જણાવ્યું હતું કે સિંહોના જતન અને  સંવર્ધન માટે માત્ર વનવિભાગ જ નહી પણ આમ જનતાનો પણ એટલોજ સહકાર છે. આ પ્રસંગે માધ્યમ કર્મીઓને બીરદાવતા ડો. રામે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની પત્કારીતા સિંહ સંવર્ધન ક્ષેત્રે લોકજાગૃતિના પ્રહરી  બની રહ્યા છે. સિંહ સંવર્ધનમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સ્વયંમસેવી સંસ્થાઓ પણ ભાગ લઇ રહી છે ડો. રામે ઉમેર્યું હતું. કે સાસણ ટુરીઝમ ક્ષેત્રે હવે વિશ્વ ફલકે પહોંચ્યું છે. અહી ૪૦ થી વધુ રાષ્ટ્રીય પ.પ૦ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુકયા છે જે ગૌરવપ્રદ છે.

સિંહ દિવસની ઉજવણી પ્રસંગે સાસણ હેલીપેડ ખાતેથી મુખ્ય વનસંરક્ષક શ્રી ડી.ટી.વસાવડા, સાસણના સરપંચ, જુમાભાઇ, રાજીવ શ્રીવાત્સવ, અશ્વિન ત્રિવેદી, ડો. મોહન રામે સહિત મહાનુભાવોએ જાગૃતિ મહારેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું રેલી બાદ સિંહ સદન ખાતે સિંહ પર ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. નમીરા મહમદભાઇ બ્લોચે સિંહ પર ગીરકાંઠાનો સાવર ગરજે...વનરાવનનો કેસરી ગરજે...કાવ્ય અને તેમના જીવનમાં સિંહનું મહત્વ પર વકતવ્ય આપ્યું હતું સિંહોના સંવર્ધન માટે ઉપસ્થિત સૈ કોઇએ પ્રતિજ્ઞા લીધી હતી.

નોંધનીય છે કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને વનવિભાગના અથાગ પ્રયત્નોના લીધે સિંહોની વસ્તીમાં વધારો થયોછે. વિશ્વસિંહ દિનની ઉજવણી ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા વર્ષ ર૦૧૬ થી કરવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનો પણ ભાગ લે છે.

(10:01 am IST)