સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

પુનરાજપરમાં ડેમના પાણી મુદે બે જૂથો બાખડયાઃ સામસામે ફોજદારી ફરીયાદ

      લખપતઃ તાલુકાના પુનરાપર ગામે ડેમના પાણી છોડી ખેતરોમાં વાવેલ પાકમાં નુકશાની થતા બે જુથો  સર્જાતા બંને પક્ષે ર૧ શખ્સો સામે  એટ્રોસિટી સહિતની સામસામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગત મુજબ દાદૂભાઇ આચારભાઇ જોગુ(દલિત) ઉ.૪૬ રહે.પુનરાજપર, તા. લખપતની ફરીયાદને ટાંકીને પોલીસે  મારામારીનો બનાવ ગત તા. ૧૧-૮-૧૯ ના સાંજે પાંચ વાગે પુનરાજપર ગામની સીમમા બનવા પામ્યો હતો. આરોપીઓ સુરૃભા કેશરજી જાડેજા, ચંદુભા કેશરજી જાડેજા, પથુભા સુરૃભા જાડેજા, રામભા સુરભા જાડેજા, ભુપતસિંહ જાડેજા, દેવાજી સોઢા, કાનજી વંકાજી હમભા નવગણજી જાડેજા, રહે. બધા પુનરાજપર ગેરકાયદેસર મંડળી બનાવી  પોતાના સામાન્ય ઇરાદો પાર પાડવા માટે પુનરાજપર ગામની સીમમાં પોતાના ખેતરની બાજુમાં વોટર રોડ યોજનામા બનાવેલ ડેમ તરફ આટો મારવો ગયેલ ત્યારે તેઓના મગફળીનો પાક પાણીથી ડૂબી ગયેલ હતો જેથી આરોપીઓ ઓગનનુ પાણી બધુ કાઢવાનુ તેઓએ કહેલ અને જઇ ગાળો આપી ધકબુશટ માર મારી જાતિ અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ સામે એટ્રોસીટીની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો સામા પક્ષે ચાંદુભા નોધણ ઉ.વ.૩૭ એ નાથાલાલ બુધા જોગુ, દેવા આચાર જોગુ, ધનજી આચાર જોગુ, ભરત તેજા જોગુ, ડાડુ આચાર જોગુ, જેન્તી નાથા જોગુ, દિનેશ આચાર, ગોવિંદ વિશ્રામ જોગુ, સામે ફોજદારી  નોંધાવી હતી. આરોપીઓને તેઓ તથા સાહેદારો નરા ડેમને તોડવાની ના પાડતા તેમજ ડેમ તોડવાથી ખેતરમા નુકશાન થશે તેવું કહેતા ઉશ્કેરાઇ જઇ  ધકબુશટ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પાંચેક દિવસ અગાઉ પણ તોડી નાખયો દયાપર પોલીસે આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:04 am IST)