સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

કાલે જામજોધપુરનાં ધુનડા સતપુરણધામ આશ્રમે પૂ.જેન્તિરામબાપાના હસ્તે ધ્વજવંદન

રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરાશેઃ રાત્રે ભજન-સત્સંગ

જુનાગઢ તા.૧૪: જામજોધપુર તાલુકાના ધુનડાગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે પુ.જેન્તિરામ બાપાના સાનિધ્યમાં પુનમ અને રક્ષાબંધન નિમીતે ભજન સત્સંગનો કાર્યક્રમ તેમજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ કરવામાં આવનાર છે.જેમાં સતહરિરામ વિદ્યાલયના પટાગણમાં સવારે સ્વાતંત્ર્યદિન નિમીતે ત્રિરંગો લહેરાવી પુ.જેન્તિરામ બાપા અને શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ સલામી આપશે અને ત્યાબાદ રાષ્ટ્રીય પર્વ નિમીતે દેશભકિતગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને રાત્રે ૯ કલાકે રક્ષાબંધન (પુનમ) નિમીતે પુ.જેન્તિરામબાપા સત્સંગ દ્વારા ભાઇ બહેન અતુટ પ્રેમના પર્વ રક્ષા બંધન વિશેનુ મહત્વ સમજાવશે અને મનુષ્ય જીવનમાં પ્રેમનું મહત્વ શુ છે તેનાથી થતા ફાયદા પરિવર્તન અંગે સત્સંગ ભજન સાથે વર્ણવશે તો આ સત્સંગનો લાભ લેવા જાહેર નિમંત્રણ અપાયુ છે.

(11:38 am IST)