જોડીયાની સલમાએ પીઠડ ગામમાં માવતરે ફિનાઇલ પીધું: પોલીસના ત્રાસથી પગલું ભરી લીધાનો આક્ષેપ
પોતાના ભાઇને ચીટીંગમાં ગુનામાં ઉઠાવી પુછતાછ કર્યા બાદ પોતાને પણ જાહેરમાં ઢસડીને માર મારતાં લાગી આવ્યાનું કથન
રાજકોટ તા. ૧૪: જોડીયા ગામે સાસરૂ ધરાવતી સલમા ફૈઝલ જુમાણી (ઉ.૨૬) નામની મુસ્લિમ પરિણીતાએ પીઠડ ગામે પોતાના માવતરને ત્યાં ફિનાઇલ પી લેતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
સલમાના કહેવા મુજબ તેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે. પતિ કપડાની દૂકાનમાં કામ કરે છે. પોતે ૭/૮ના રોજ પીઠડ ગામે તેના પિતાના ઘરે હતી ત્યારે જોડીયા પોલીસ આવી તેના ભાઇ મજીદને કોઇ છેતરપીંડીના ગુનામાં ઉઠાવી ગઇ હતી. પુછતાછ બાદ પોતાને પણ મહિલા પોલીસની સાથે આવી જાહેરમાં ઢસડીને માર મારી પોલીસ મથકે લઇ જઇ પુછતાછ કરવામાં આવી હતી. એક વખત પુછતાછ થઇ ગઇ હોવા છતાં પોલીસે ફરીથી આવીને હેરાન કરતાં પોતે કંટાળીને ગઇકાલે ફિનાઇલ પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જોડીયા પોલીસને જાણ કરી હતી.