સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th July 2020

ધ્રોલના ધ્રાંગરા પાસે ચેકડેમમાં ડુબી જવાથી મજૂર પરિવારના ૧ર વર્ષના બાળકનું મોત

તસ્વીરમાં બાળકનો મૃતદેહ તથા ફાયરબ્રિગેડની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર તા.૧૪ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રાંગરા ગામ પાસેના ચેકડેમમાં ડુબી જવાથી માધુભાઇ રઘુભાઇ બહુકારીયા (ઉ.૧ર) નું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આજે ધ્રોલના ધ્રાંગરા નજીક ચેકડેમમાં પરપ્રાંતીય ખેત મજુરી કરતા પરિવારના બાળકનુ ચેકડેમમાં ડુબી જવાથી મોત થયું છે. જામનગર ફાયર વિભાગે રેસ્કયુ કરી બાળકનો મૃતદેહ બહાર કાઢયો હતો. ૧ર વર્ષીય બાળકનું ડુબી જવાથી મોત, ખેતમજુરી કરતા પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)