સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th July 2020

વિસાવદર પંથકમાં વધુ ૮ને કોરોનાઃ પાંચ દિ'માં ૧૪ કેસઃ કુલ આંકડો ૫૪

વિસાવદર તા.૧૪ :વિસાવદર તાલુકા હેલ્થ ઓફિસર ડો.વાંજાનાં જણાવ્યા અનુસાર વિસાવદર તાલુકામાં આજે વધુ ૮ કેસો કોરોના પોઝીટીવ આવ્યા છે.

જેમાં વિસાવદર શહેરનાં ૨ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ૬ નો સમાવેશ થાય છે.ગામ્ય વિસ્તારમાં ચાપરડા, સરસઇ, કાલસારી,જૂની ચાવંડ ગામનાં કેસો નોધાયા છે.

વિસાવદર પંથકમાં બે દિવસમાં જ ૪૯ કેસો કોરોના પોઝીટીવ બહાર આવતા અને વિસાવદર શહેરમાં પાંચ દિ'માં જ ૧૪ કેસો સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

કોરાના મહામારીનાં ફફડાટનાં પરિણામે વિસાવદર શહેરની બજારો પણ બપોરના ૩ વાગ્યા બાદ સ્વયંભૂ રહે છે.

(12:53 pm IST)