સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ભાજપમાં સામેલ : માત્ર બે મહિનામાં ત્રીજી પાર્ટીમાં જોડાવવાનો રેકોર્ડ બનાવ્યો

તાલુક પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે હંસાબેન ચૂંટણીમાં જીત મેળવી : પ્રમુખપદ માટે બસપામાં જોડાઈને અધયક્ષની ચૂંટણી લડેલા

જામનગર: જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા અધ્યક્ષ હંસાબેન સાકરિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હંસાબેને માત્ર બે મહિનામાં ત્રીજી પાર્ટીમાં સામેલ થવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બે મહિના પહેલા થયેલી તાલુક પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે હંસાબેન ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા અને જીત મેળવી હતી. જો કે ચૂંટણીમાં સ્પષ્ટ પરિણામ ના આવતા અને અધ્યક્ષનું પદ મહિલા માટે અનામત હોવાના કારણે હંસાબેન સાકરિયા કોંગ્રેસ છોડીને બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા અને બસપાથી મધ્યક્ષની ચૂંટણી લડ્યા.

ભાજપના સમર્થનથી હંસાબેન અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને કામકાજ સંભાળ્યુ. માત્ર બે મહિના બાદ તેમણે બસપા સાથે પણ છેડો ફાડ્યો અને ભાજપના સ્થાનિક નેતાઓની હાજરીમાં ભગવો ધારણ કરીને માત્ર બે મહિનામાં ત્રીજી પાર્ટીમાં સામેલ થવાનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે જ જામજોધપુર તાલુકા પંચાયતના બોર્ડ પર હવે ભાજપનો કબ્જો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસથી અળગ થયેલા યુવા નેતા હેમંત ખવાએ જામજોધપુર તાલુકા પંચાયતમાં બસપાની ચૂંટણી ચિહ્ન પર હંસાબેનને અધ્યક્ષ બનાવ્યા અને તેઓ હજુ પણ બસપામાં જ છે. જ્યારે અધ્યક્ષ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. હંસાબેનના પતિ શૈલેષ સાકરિયા પણ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ચૂંટણી સભા દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા અને બીજા જ દિવસે કોંગ્રેસની સભા દરમિયાન ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા

(9:05 pm IST)