સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્ર માં ઠલાવવા સામે વિરોધ નો વંટોળ

પોરબંદર જિલ્લા બાર એસોસિયેશન પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ને લેખીત આવેદન પાઠવ્યું

પોરબંદર : જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ શાંતિબેન ઓડેદરાએ રાજ્યના મુખ્યમંત્રી ને લેખીત આવેદનપત્ર પાઠવી જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવા પ્રશ્ને વિરોધ નિધાવ્યો છે. દેશના વિકાસ માટે ઉદ્યોગો હોવા જરૂરી છે અને ઉદ્યોગોને યોગ્ય સૂવિધા આપવી પણ જરૂરી છે. પરંતુ ઉધોગોને ચલાવવા માટે પર્યાવરણને અસર થાય અને તેને કારણે આખા સભ્ય સમાજને નૂકશાની જાય તે રીતે ઉધોગોને ખોટુ પ્રોત્સાહટન આપી શકાય નહી.

ખરેખર જેતપુરના દરેક કારખાના વાળાએ પાણીના શુધ્ધિકરણ માટેનો પ્લાન્ટ પોતાના જ કારખાનામાં નાંખી દેવો જોઈએ અને પાણી શૃધ્ધ કરીને ફરી તેનો રી-યુઝ કરવો જોઈએ કે, જેથી પાણીનો બચાવ થાય અને પર્યાવરણનો પણ બચાવ થાય, અને તે રીતે પર્યાવરણના

ભોગે ઉદ્યોગોને ખોટુ પ્રોત્સાહન આપી શકાય નહી. હાલ ગુજરાત સરકારશ્રી દ્વારા રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડના ખર્ચે જેતપુર થી પોરબંદરના દરીયા સુધીની પાઈપલાઈન નાંખવાની અને ત્યારબાદ કેમીકલ યુકત પાણી પોરબંદરના દરીયામાં ઠલવાય તેવી યોજનાને મંજુરી આપેલ છે. પરંતુ તે અન્વયે પોરબંદરનો દરીયો દુષીત થશે તો પોરબંદરની સમુદ્ર સૃષ્ટિ જ નહી પરંતુ પોરબંદરના લોકોને પણ મોટી નુકશાની જાશે. કારણ કે, પોરબંદરની ''ચોપાટી'' તે પોરબંદર વાસીઓનું આગવું નઝરાણું છે. અને દરીયાકિનારે મોટી વસ્તીનો વસવાટ રહેલો છે. અને પોરબંદરની રમણીય ચોપાટી જોવા લાયક અને માણવા લાયક સ્થળ હોય, અને જો જેતપુરના કારખાનાઓનું દુષીત પાણી પોરબંદરના દરીયામાં ઠાલવવામાં આવે તો ધીરે-ધીરે પોરબંદરનો આખો સમુદ્ર કિનારો દુષીત થઈ જાય, અને એકવાર યોજના બની જાય પછી અને રૂપિયા પંચાવન સો કરોડ જેવી માતબર રકમનો ખર્ચ થઈ ગયા બાદ તે યોજના બંધ કરવી પણ મુશ્કેલ બની જાય, અને તેથી જ આ યોજના શરૂ કરતાં પહેલા જ આવી યોજનાને કારણે થનાર નુકશાનીનો અંદાજ લગાવી અને પોરબંદર વાસીઓના વાંક, ગુન્હા વગર તેઓને કાયમી રીતે પર્યાવરણની નુકશાની જાય અને સમૃદ્ર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને ભવિષ્યમાં મોટુ નુકશાન થનાર હોય, તેથી આવી ખોટી યોજનાને મંજુરી ન આપવા

અમારી વિનંતી છે. આ અન્વયે જો સરકારશ્રી દ્વારા તાત્કાલીક યોજના પડતી મુકવામાં નહી આવે તો અમો ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા નામ. ગુજરાત હાઈકોર્ટમાં તે અન્વયે જાહેર હિતની રીટ પણ દાખલ કરીશું અને તે રીતે આ યોજના પોરબંદર વાસીઓ માટે નૂકશાન કારક હોય, અને ભવિષ્યમાં પોરબંદરના તમામ નગરજનોનું જાનનું જોખમ રહેલું હોય, અને તે રીતે ખરેખર જેતપુરના કારખાનાનું પાણી શુધ્ધિકરણનો પ્લાન્ટ સરકારે જ જેતપુરમાં નાંખીને તે પાણીનો રી-યુઝ થાય અને બગાડ ન થાય તે રીતે યોજના બનાવવી જોઈએ, અને તે રીતે સરકારશ્રી હારા એક ને ખોડ અને બીજા ને ગોળ તે રીતે જેતપુરના ફાયદા માટે પોરબંદરનો ભોગ લઈ શકાય નહી, અને તેથી જ આ યોજના સબંધે પુનઃવિચારણા કરવા અને આ યોજના કેન્સલ કરી અને વૈકલ્પીક વ્યવસ્થા વિચારવા યોગ્ય કરવા વિનંતી છે.

આ આવેદન પત્રથી અમો અમારો વિરોધ્ધ નોંધાવીએ છીએ, અને જરૂર પડયે પોરબંદર વાસીઓને મદદ કરવા તમામ પ્રકારની કાનૂની લડત અમો લડીશું અને આ યોજના સાકાર ન થાય તે માટે પુરતા પ્રયત્નો કરીશું તેની પણ આ આવેદન પત્રથી નોંધ લેવા વિનંતી છે.

(8:59 pm IST)