સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

મોરબીના રંગપર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાંથી પોલીસે એક ઈસમને ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાંથી આરોપી સરદારસિંહ ઉર્ફે પ્રવીણસિંહ હડાન્તો ઉર્ફે હરિસિંહ સોઢા (ઉ.વ.૩૨) રહે બેલા રબારીવાસ તા. મોરબી મૂળ રહે કચ્છ વાળાને ઝડપી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ કીમત રૂ ૬૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:16 pm IST)