મોરબી : એટીએમ મશીનમાં છેડછાડ કરીને રૂપિયા ઉપાડી જતી ગેંગનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી જીલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા નાઓની સુચના તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ. સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા કામગીરી હતા ત્યારે એ ડીવીઝન એ.એસ.આઇ. રસિકભાઇ હીરજીભાઇ ચાવડા ને બાતમી મળી હતી કે મોરબી સીટી એ ડિવિઝન વર્ષ 2020 નો છેતરપીંડી ગુનાનો નાસ્તો ફરતો આરોપી ગણેશ છોટેમાનભાઇ નિશાદ રહે. દેવકલી તા.કાલપી જી. જાલૌન (ઉતર પ્રદેશ) વાળો માટેલ ગામે તા.વાંકાનેર ખાતે રહેતા હોય અને મોરબી નગર દરવાજા પાસે કોઇ કામ સબબ આવેલ હોવાની બાતમી મળતા એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર તથા પોલિસ કોન્સ્ટેબલ આશીફભાઇ ચાણક્યા વોચ તપાસમાં હતા તે દરમ્યાન ગુનાનો નાસતો ફરતો આરોપી ગણેશ છોટેમાનભાઇ નિશાદ ત્યાંથી અટક કરી કાર્યવાહી અર્થ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. કોવીડ ૧૯ મેડીકલ તપાસણી રીપોર્ટ બાદ ધરપકડ કરવામાં આવશે
આ કાર્યવાહી માં એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, જનકભાઇ મારવણીયા, મહાવિરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, આશીફભાઇ ચાણક્યા અને રમેશભાઇ કાનગડ સહિતનો સ્ટાફ બજાવી હતી