સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

જામનગર કોવીડ હોસ્પીટલનાં હંગામી ૩૦૦ કર્મચારીઓને છુટા કરાતા આક્રોશઃ ૪ મહિનાથી પગાર ન મળ્યાનો આક્ષેપ

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં કોવિડ વિભાગમાં હંગામી ફરજમાં જોડાયેલા ૩૦૦થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત  કર્મચારીઓને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગાર પણ નથી દેવામાં આવ્યા તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત મહિલા કર્મચારીઓ દ્વારા શોષણ કરાતું હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. એકાએક હોસ્પિટલમાંથી covid વિભાગમાં જોડાયેલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા સૌથી વધુ હંગામી કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ૪૮ કલાક દરમિયાન તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવા અને ન્યાય માટેની માગણી કરવામાં આવી છે જો માગણી નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હોસ્પિટલ અથવા તો કલેકટર કચેરી ખાતે પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર.)

(5:14 pm IST)