સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

દોઢ વર્ષથી એ.ટી.એમ. મશીનમાં છેડછાડ કરી રૂપીયા ઉપાડી લઇ છેતરપીંડી કરતી ગેંગનો મોરબીમાં આરોપી ઝડપાયો

મોરબી, તા.૧૪: જીલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરાનાઓની સુચના તેમજ dysp રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ. સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા કામગીરી હતા ત્યારે એ ડીવીઝન એ.એસ.આઇ. રસિકભાઇ હીરજીભાઇ ચાવડા ને બાતમી મળી હતી કે મોરબી સીટી એ ડિવિઝન વર્ષ ૨૦૨૦ નો છેતરપીંડી ગુનાનો નાસ્તો ફરતો આરોપી ગણેશ છોટેમાનભાઇ નિશાદ રહે. દેવકલી તા.કાલપી જી. જાલૌન (ઉતર પ્રદેશ) વાળો માટેલ ગામે તા.વાંકાનેર ખાતે રહેતા હોય અને મોરબી નગર દરવાજા પાસે કોઇ કામ સબબ આવેલ હોવાની બાતમી મળતા એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર તથા પોલિસ કોન્સ્ટેબલ આશીફભાઇ ચાણકયા વોચ તપાસમાં હતા તે દરમ્યાન અટક કરી કાર્યવાહી અર્થ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે.

(3:56 pm IST)