સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

ભાવનગરમાં દારૂ ભરેલ ટ્રક સાથે ર ઝડપાયાઃ રૂ. ૩૯ લાખનો મુદ્માલ જપ્ત

 

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૧૪ :.. ભાવનગરમાંથી વિદેશી દારૂની ૧૧૯૦૪ બોટલો પોલીસે ઝડપી લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે પૂર્વ બાતમીને આધારે શહેરનાં હિમાલયા મોલ, વિકટરીયા પાર્ક નજીકથી પસાર થઇ રહેલ ચોખાનું ભુસુ ભરેલી ટ્રક ને અટકાવીને તેની તલાસી લેતાં ટ્રકમાંથી રૂ. ૧૧૯૦૪૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૧૯૦૪ બોટલો મળી આવતાં પોલીસે દારૂ, ટ્રક સાથે કુલ રૂ. ૩૯૭પર૦૪ નો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ જાટ અને સતવીર હરકુંવરસિંહ જાટ નામનાં બે શખ્સોની  ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(3:55 pm IST)