સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

તરઘડીની સીમમાં રાજકોટ-લોધીકા પંથકના ૮ શખ્સો જુગાર રમતા પકડાયાઃ એલસીબીનો દરોડો

ગીરીશ ફળદુ તેની વાડીમાં જુગાર રમાડતો'તોઃ બે કાર સહિત ૭.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા. ૧૪ :. પડધરીના તરઘડી ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઈમ બ્રાંચે રેઈડ કરી જુગાર રમતા રાજકોટ અને લોધીકા પંથકના ૮ શખ્સોને રૂ. ૭.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પડધરીના તરઘડી ગામની સીમમાં ગોલ્ડન એકર સોસાયટીમાં ગીરીશ કાનજીભાઈ ફળદુ રહે. ઓમનગર ભવનાથ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ તેની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઈ વી.એમ. કોલદરાની ટીમે રેઈડ કરી જુગાર રમતા વાડી માલિક ગીરીશ ફળદુ, અશોક નાથાભાઈ ઉનડકટ રે. કોઠારીયા રોડ, શ્યામપાર્ક શેરી નં. ૧ રાજકોટ, કીરીટ હરીભાઈ સરવૈયા રે. પિરવાડી પાછળ અક્ષરાતીર્થ રાજકોટ, નરેન્દ્રસિંહ ખોડાજી ગોહેલ રે. જય ખોડીયાર સોસાયટી શેરી નં. ૧ રાજકોટ, હસમુખ મગનભાઈ પિત્રોડા રે. સત્યમ પાર્ક-૨ માનસરોવર પાર્ક રાજકોટ, અતુલ પાલાભાઈ સાગઠીયા રે. ખીરસરા તા. લોધીકા, રમેશ બાબુલાલ ઉનડકટ રે. જીવરાજપાર્ક રોડ લક્ષ્મણ ટાઉનશીપ રાજકોટ તથા મુકેશ દિનેશભાઈ રાઠોડ રે. મોટાવડા તા. લોધીકાને રોકડા રૂ. ૬૧૧૦૦, મોબાઈલ ફોન ૮ તથા બે કાર મળી કુલ રૂ. ૭,૩૧,૬૦૦ના મુદામાલ સાથે પકડી પાડી પડધરી પોલીસના હવાલે કર્યા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. મહેશભાઈ જાની, રવિદેવભાઈ બારડ, અમીતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કોન્સ. રહીમભાઈ દલ, નૈમીષભાઈ મહેતા, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઈ મકવાણા તથા ડ્રા. પો.કોન્સ. સાહીલભાઈ અને નરેન્દ્રભાઈ દવે રોકાયા હતા.

(1:13 pm IST)