સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

ગીરગઢડાના ૧૫ ગામોમાં હજુ અસરગ્રસ્તોને સહાય ચુકવાઇ નથી

સરકારની સહાય ચુકવવામાં રાજકીય કિન્નાખોરી ? : કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર

(નવીન જોશી દ્વારા) ઉના તા.૧૪ : ગીરગઢડા તાલુકાના ૧૫ ગામોમાં વાવાઝોડાને રપ દિવસ થયા છતા એક પણ રૂપિયો સહાય ન ચુકવાતા તે સામે તાલુકા કોંગ્રેસ સમિતીએ વ્હાલા દવલાની રાજકીય કિન્નાખોરી રાખ્યાનો આક્ષેપ સાથે મુખ્યમંત્રીને આવેદપત્ર અપાયુ છે.

ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઇ હીરપરાની આગેવાની હેઠળ, ઓધડભાઇ ડાયાભાઇ ગુજરીયા, જગદીશભાઇ બાબુભાઇ પરમાર,  નયનાબેન દિલીપભાઇ ગોહિલ તથા કરગામના આગેવાનો સાથે ગીરગઢડા મામલતદાર કચેરીએ જઇ મામલતદાર કોરડીયાને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવેલ કે, મહાવિનાશક વાવાઝોડુ, પવન અને વરસાદ સાથે ત્રાટકેલ હતુ જેને સામે રપ દિવસ પૂરા થયા છતા મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ (પંચાયત) કચેરીના અધિકારીઓ દ્વારા રાજકીય વ્હાલા દવલાની નીતી રાખી. ૧૫ ગામો જે અસરગ્રસ્ત છે તેની પ્રજાને એકપણ રૂપિયો સહાય ચુકવાય નથી જયારે ગીરગઢડા ગામના લોકોને પ હજારની વસ્તીને માત્ર રૂ.૬૪૪૦ ચુકવેલ છે.

છોકડવા ગામે પાંચ હજારની વસ્તી હોવા છતા ૧૭ લાખ ૫૮ હજાર ૪૦૦ ચુકવેલ છે. તેવી રીતે અંબાઇ ગામ ૩૫૦૦ની વસ્તી છે. ત્યા ૨૬ લાખ ૯૫૫૬૦ ચુકવેલ છે. આમ રાજકીય અને સગાવાદ રાખી ચુકવણુ થયેલ છે. જે પંદર ગામો સનવાવ, હુલકા, ઉદરી, બાબરીયા, કણેરી, વેળાકોટ, ઝાંઝરીયા, ભાખા, ઇટવાયા, ખીલાવાડ, ચીખલકુબા ને તુરંત નુકશાનની સહાય ઘરવખરીની સહાય ચુકવવા માંગણી કરેલ છે.

ખેતીવાડી વિસ્તારમાં પોલ નાખવામાં આવેલ નથી. અધિકારી કહે છે માલસામાન ખલાસ છે. આવ્યે શરૂ કરશુ બાજુના કોડીનાર તાલુકામાં ખેતીવાડી, વિજપુરવઠો શરૂ કરી દેવાયેલ છે તો ખેતરમાં રહેતા લોકો તેમજ માલ ઢોરને પાણી પીવડાવવા તકલીફ પડે છે ચોમાસુ માથે હોય તુરંત કામગીરી શરૂ કરી વિજપ્રવાહ શરૂ કરવા માંગણી કરી છે.

(11:48 am IST)