સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

ટંકારા પાસે કારખાનામાં પતિ સાથે ઝઘડો થતા નાનીબેન ડામોરે ઝેરી દવા પી લીધી

પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૪ : ટંકારાની લજાઇ ચોકડી પાસે કારખાનામાં રહેતી પરિણીતાએ પતિ સાથે ઝઘડો થતાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. મળતી વિગત મુજબ મૂળ મધ્‍યપ્રદેશ હાલ ટંકારા લજાઇ ચોકડી પાસે આવેલા કારખાનાની ઓરડીમાં રહેતી નાની આસુભાઇ ડામોર (ઉ.૨૫) ગઇકાલે ઘરે હતી ત્‍યારે પતિ સાથે ઝઘડો થતા લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)