સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

માલવણ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર ટેન્‍કરમાંથી ૨૬ લાખનો દારૂ જપ્‍ત

રૂા. ૩૬.૨૧ લાખના મુદ્દામાલ સાથે રાજસ્‍થાની માલારામ જાટ ઝડપાયો : અન્‍ય શખ્‍સોની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્‍દ્રનગર જિલ્લાના માલવણ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર ટેન્‍કરમાંથી ૨૬ લાખના દારૂ સાથે રાજસ્‍થાનના માલારામ જાટની ધરપકડ કરી છે. સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે રૂા. ૩૬.૨૧ લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા બજાણા પો.સ્‍ટે. વિસ્‍તારમાં માલવણ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર પેટ્રોલીંગ હાથ ધરેલ તે દરમિયાન એલ.સી.બી. પો.ઇન્‍સ. ડી.એમ.ઢોલને ચોક્કસ બાતમી મળતા માલવણ હાઇવે પર આલીશાન હોટલ નજીક હાઇવે રોડ ઉપર વોચ ગોઠવતા બાતમી હકીકત વાળી એક છીકણી કલરનું ટાટા કંપનીનું સીમેન્‍ટનું બન્‍કર રજી. નં. આર.જે.-૦૪-જીબી-૯૮૭૬ વાળી પસાર થતા તેને રોકાવી તેના ચાલકને પકડી પાડેલ જે આરોપી ડ્રાઇવર માલારામ વાધારામ ભીસર જાતે જાટ (ઉ.૨૫) ધંધો ડ્રાઇવીંગ રહે. રાણીગાવ કલાન તા.જી. બાડમેર રાજ્‍ય રાજસ્‍થાન વાળાએ પોતાના કબ્‍જા ભોગવટાની ટાટા કંપનીનું સીમેન્‍ટનું બન્‍કરમાં બોટલ નં. ૬૯૪૮ કિં.રૂા. ૨૬,૦૫,૫૦૦ તથા ટેન્‍કર (સીમેન્‍ટનું બન્‍કર) કિં.રૂા. ૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નં.૧ કિં.રૂા. ૫૦૦૦ રોકડા રૂા. ૧૧,૨૬૦ સહિત રૂા. ૩૬,૨૧,૭૬૦ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા રેઇડ દરમિયાન પકડાઇ જઇ તેમજ સદર વિદેશી દારૂનો જથ્‍થો ગીરધરસીંગ હુકમસીંગ સોઢા રહે. જસાઇ તા.જી. બાડમેર રાજસ્‍થાન વાળાએ હરીયાણા રોહતક ખાતેથી ભરાવીને મોકલ્‍યાનું ખુલ્‍યું હતું.

આ કામગીરી પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયાએ આપેલ. સુચનાના આધારે એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.એમ.ઢોલ, પો.સબ. ઇન્‍સ. વી.આર.જાડેજા, એ.એસ.આઇ. રૂતુરાજસિંહ નારસંગભા, પો.હેડ કોન્‍સ. હિતેશભાઇ જેસીંગભાઇ, અનિરૂધ્‍ધસિંહ અભેસંગભાઇ, પો.કોન્‍સ. કુલદીપસિંહ હરપાલસિંહ, સંજયભાઇ પ્રવિણભાઇ, જયેન્‍દ્રસિંહ જેઠીભા, અશ્વિનભાઇ ઠારણભાઇ, દિલીપભાઇ ભુપતભાઇ, અનિરૂધ્‍ધસિંહ ભરતસિંહ સહિતના સ્‍ટાફે કરી હતી.

(11:30 am IST)