સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

જામજોધપુર તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખનો બે મહિનામાં ત્રીજી વાર પક્ષ પલટો

કોંગ્રેસમાંથી ચંૂટણી લડયા પછી બસપામાં જોડાઇને ભાજપના ટેકાથી પ્રમુખપદ મેળવ્યું: હવે બસપાને રામ-રામ કરી ભાજપમાં પ્રવેશ કરીને જીલ્લામાં નવો રેકોર્ડ બનાવ્યો

જામજોધપુર તા.૧૪ : જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખે આજે એક નવો રેકોર્ડ સર્જી દીધો છે. અને માત્ર બે મહિનાના ટુંકા સમયગાળા દરમિયાન ત્રીજી વખત પક્ષ પલટો કર્યો છે. તાજેતરમાં જ પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડયા પછી બસપામાં પ્રવેશ મેળવી લીધો હતો, અને ભાજપના ટેકાથી પ્રમુખ પદ મેળવ્યું હતું. ત્યાર પછી હવે ફરીથી પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે.

જામજોધપુર તાલુકા પંચાયત માટે અધ-કચરૃં પરિણામ આવ્યું હોવાથી તેઓ બહુજન સમાજવાદી પાર્ટીમાં ભળી ગયા હતા. અને મહિલા ઉમેદવાર માટેનું પ્રમુખ પદ હોવાથી બહુજન સમાજવાદી પાર્ટીમાં પ્રવેશ કરી લીધો હતો, અને ભારતીય જનતા પાર્ટીના ટેકાની જામજોધપુર તાલુકા પંચાયતનું પ્રુખપદ સંભાળ્યું હતું.

જામજોધપુર તાલુકા પંચાયતથી ચુંટણીમાં હંસાબેન સાકરીયા કે જેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડયા હતા. જે ચૂંટણીમાં જામજોધપુર તાલુકા પંચાયત માટેઅધ-કચરૃં પરિણામ આવ્યું હોવાથી તેઓ બહુજન સમાજવાદી પાર્ટીમાં ભળી ગયા હતા. અને મહિલા ઉમેદવાર માટેનું પ્રમુખ પદ હોવાથી બહુજન સમાજવાદી પાર્ટીમાં પ્રવેશ કરી લીધો હતો, અને ભારતીય જનતા પાર્ટીના ટેકાથી જામજોધપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સંભાળ્યુંહતું.

માત્ર બે મહિનાનોસમયગાળો પૂર્ણ થયો છે ત્યાં જ આજે તેમણે ફરીથી બહુજન સમાજવાદી પાર્ટીને રામ રામ કરી દીધા છે, અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને અગ્રણીઓની હાજરીમાંં  ભાજપનો કેસરીયો ખેસ ધાર કરી બે મહિનામાં ત્રીજી પાર્ટી જોઇન્ટ કરીને નવો રકોર્ડ સર્જી દીધો છે.

અત્રે એ ઉપલ્લેખનીય છે કે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં ભળેલા હંસાબેનના પતિ શૈલેષભાઇ સાકરીયા ગત લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાં હતા. ત્યારે ચુંટણી ટાણે જ યોજવામાં આવેલી કેન્દ્રીય મંત્રિ પરશોત્તમભાઇ રૂપાલાની સભામાં તેઓ ભાજપમાં જોડાયા હતા. અને તેના બીજા જ દિવસે કોંગ્રેસની સભા યોજાઇ હતી, જેમાં ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા આમ પતિ-પત્ની બંનુ ટુંકા ગાળામાં પક્ષ પલટો કરીને સૌને અચંબામાં મુકી દીધા છે.

જો કે ભાજપે તાલુકા પંચાયતમાં સતા ટકાવવા હજુ બસપાના ટેકાની જરૂરિયાત હોય કારોબારી સમિતી ચેરમેનપદે બસપાના ઉમેદવારને બેસાડયા પડશે તેવું રાજકીય દ્રષ્ટિએ દેખાઇ રહ્યું છે

(11:12 am IST)