સાવરકુંડલા : દામનગરથી ત્રણ જિલ્લાના ગ્રામ્યને જોડતા માર્ગનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૪:દામનગરથી ઠાંસા મૂળિયાપાટ સુવાગઢથી ભાવનગર જિલ્લાના અને બોટાદ ગ્રામ્યમાં જતા જિલ્લા પંચાયત અમરેલીના માર્ગનું એક કરોડ આડત્રીસ લાખના ખર્ચે પાંચ મીટરની પહોળાઈ ધરાવતા રસ્તાનો ઠાંસા ગામેથી પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ઠાંસા ગામ ખાતે અનેકો અગ્રણી ઓ લાઠી તાલુકા કોગ્રેસ અગ્રણી આંબાભાઈ કાકડીયા રામજીભાઈ ઈસામલિયા ઠાંસા ગ્રામ પંચાયતના સરપંચ સદસ્ય સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ ગ્રામ્ય વિસ્તારોના સરપંચશ્રી ઓ ઉપસ્થિતિમાં પાંચ મીટરની પહોળાઈ ધરાવતા અમરેલી જિલ્લા પંચાયત હસ્તકમાં અમરેલીથી ભાવનગર બોટાદના અનેકો ગ્રામ્યને જોડતા મહત્વના માર્ગનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી ઠુંમર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરતા ત્રણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગના નવીનીકરણથી અમરેલી જિલ્લા ઠાંસા સુવાગઢ મૂળિયાપાટ બોટાદ જિલ્લાના વિકળિયા લાખાવડ હડમતીયા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સરકડીયા સહિતના રાહદારી નાગરિકોમાં ખુશી વ્યાપી હતી.