સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

રાજકોટ, તાલાલા, પાલીતાણા પંથકમાં ભૂકંપના હળવા આંચકા

બે દિવસ દરમિયાન હળવી ધ્રુજારી થતા લોકોમાં ચિંતા : તાલાલા ગીરમાં લાં..બા.. સમય બાદ ધરા ધ્રુજી

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં છેલ્લા બે દિવસ દરમિયાન રાજકોટ, તાલાલ ગીર અને પાલીતાણા પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે બપોરે ૩.૨૮ વાગ્‍યે રાજકોટથી ૧૩ કિ.મી. દૂર ૧.૫ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

જ્‍યારે લાંબા સમય બાદ ગિર - સોમનાથના તાલાલામાં બપોરે ૨.૩૯ વાગ્‍યે ૧.૪ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. પાલીતાણામાં પણ ૧.૭ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

હળવા કંપનથી ઘરના બારી-દરવાજા ધ્રુજ્‍યા હતા. આંચકાની અસર ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ અનુભવાઇ હતી. સૌરાષ્‍ટ્રના પેટાળમાં ભૂસ્‍તરીય હિલચાલથી રાજકોટ, તાલાલા અને પાલીતાણામાં હળવા ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. આંચકાની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલને નુકસાનીના અહેવાલ નથી.

(11:05 am IST)