સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

ધોરાજી-જુનાગઢ હાઇવે બિસ્‍માર બની જતાં ભારે હાલાકી

ધોરાજી તા. ૧૪ :.. જુનાગઢ સ્‍ટેટ હાઇવે રોડ બિસ્‍માર બની જતા વાહન ચાલકો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્‍યારે બિસ્‍માર રોડને રીપેરીંગ કરવાની કામગીરી કરાઇ તેવી લોક માંગ ઉઠી છે.

ધોરાજીનો જુનાગઢ સ્‍ટેટ હાઇવેમાં રાજકોટ જિલ્લાની હદ શરૂ થાય ત્‍યાંથી ધોરાજી શહેર સુધી ડામર રોડમાં આડા પટ્ટા પડીને બિસ્‍માર રોડ બની જતા વાહન ચાલકો લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરીયાદ ઉઠવા પામી છે સ્‍થાનીક રહીશોએ જણાવ્‍યું હતું કે ધોરાજી જુનાગઢ રોડને રીપેરીંગ કરવા અવાર-નવાર રજૂઆત કરતા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્‍માર બનેલ રોડ - રસ્‍તાને રીપેરીંગ નહી કરાતાં રોષ વ્‍યાપી ગયેલ છે આ ધોરાજી-જુનાગઢ રોડને રીપેરીંગ કરવા માટે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરાઇ છે.

 

(10:22 am IST)