સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th June 2019

દેશનું સૌથી મોટું કંડલા બંદર ૩ દિ'થી બંધ છે : હજારો કરોડનું નુકશાન : આજે નિર્ણય લેવાશે

કંડલા બંદર, તા. ૧૪ : કંડલા બંદરના પીઆરઓ ઓમપ્રકાશની દુરદર્શન સાથેની વાતચીતના અંશો.

કંડલા બંદર ખાતે અત્યારે શું પરિસ્થિતિ છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પોર્ટ પ્રશાસન ભારતીય મોસમ વિભાગ સાથે સતત સંપર્કમાં છે. ત્યાંથી મળેલ માહિતી અનુસાર અમે બંદર પર ૯ નંબરનું સીગ્નલ લગાવેલુ છે. ગઇકાલે પણ મીટીંગ કરી હતી. અમને મોસમ વિભાગમાંથી મળતી સુચનાઓ પ્રમાણે મરીન ડીપાર્ટમેન્ટના વિભાગીય વડા કેપ્ટન શ્રીનિવાસીના નેજા હેઠળ સ્ટીમરોના બર્થીંગમાં આગળ વધવાનું શરૂ કરીશું.

અત્યારે પોર્ટ પર કેટલો સ્ટાફ છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઇમરજન્સી સ્ટાફ, ઇલેકટ્રીક સ્ટાફ, મરીન ડીપાર્ટમેન્ટ સીગ્નલ સ્ટેશનના, ફાયર ડીપાર્ટમેન્ટ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ, સીઆઇએસએફના જવાનો હાજર છે બાકીના સ્ટાફને રજા આપી દેવામાં આવી છે. ગાંધીધામ ખાતે મીનીસ્ટરીય સ્ટાફ કાર્યરત છે. કંડલા અને ગાંધીધામ ખાતે સીગ્નલ સ્ટેશન કામ કરી રહ્યું છે. બંદરનો ડીઝાસ્ટર પ્લાન અત્યારે અમલમાં મૂકી દેવાયો છે. બધા વિભાગીય વડાઓ ચેરમેનશ્રી એસ.કે. મહેતા સાહેબની દોરવણી હેઠળ કામ કરી રહ્યા છે.

(3:58 pm IST)