સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટાઃ જૂનાગઢમાં ઝાપટુ

ધુપ-છાંવવાળા વાતાવરણ સાથે બપોરે બફારાથી લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે અને પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે આજે જુનાગઢમાં સવારે ઝાપટુ વરસ્યુ હતું.

આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ યથાવત રહે છે અને બપોરના સમયે બફારો વધુ અનુભવાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ વિસ્તારમાં આજે સવારે વરસાદી ઝાપટુ વરસી જતા થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આવતીકાલ તા. ૧પ જુનથી ચોમાસાનો સતાવાર પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જુનાગઢમાં સવારે ૮-૩૦ની આસપાસ અચાનક જ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી ઝાપટાના કારણે વાતાવરણમાં માટીની મહેક પ્રસરી ગઇ હતી સાથે સાથે ઠંડક પણ અનુભવાઇ હતી.

વરસાદી ઝાપટાને લઇ રસ્તા ભીના થઇ ગયા હતા. અમુક જગ્યાએ ખાબોચ્યા પણ ભરાય ગયા હતાં. થોડી વારની મેઘ મહેર બાદ બફારો શરૂ થઇ ગયો હતો.

જુનાગઢમાં અન્યત્ર વરસાદના વાવડ નથી. ધુપછાંવ વાતાવરણ વચ્ચે સવારનું તાપમાન ર૮.પ ડીગ્રી, વાતાવરણમાં ભેજનું ૭૭ ટકા અને પવનની ઝડપ ૧૮ કિ.મી. રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૭ મહત્તમ, ર૬.પ લઘુતમ, ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ર૦ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:57 am IST)