સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

લોધિકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણઃ ૩ સભ્યો ભાજપ ભેગા

૩ કોંગી અને ૧ અપક્ષના ટેકાથી ભાજપ સત્તા પર આવે તેવા એંધાણ

રાજકોટ તા. ૧૪ :.. લોધિકા તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી તા. ર૦ મીએ છે. તે પૂર્વે શાસક, કોંગ્રેસમાં ગાબડુ પાડવામાં ભાજપને સફળતા મળી છે. કોંગ્રેસના બાગીઓના સમર્થનથી ભાજપ સત્તા સંભાળે તેવા એંધાણ છે.

તાલુકા પંચાયતમાં કુલ ૧ર બેઠકો પૈકી ભાજપને ૬, કોંગ્રેસને ૮ અને અપક્ષને ર બેઠકો મળેલ. પ્રથમ અઢી વર્ષ કોંગ્રેસના મહિલા સભ્ય ગીતાબેન પ્રમુખ રહ્યા છે. હવે ૩ કોંગી સભ્યો અને ૧ અપક્ષ સભ્ય ભાજપ તરફ આવી ગયાનો ભાજપનો દાવો છે. અત્યારની સ્થિતી ચૂંટણીના દિવસ તા. ર૦ સુધી યથાવત રહે તો કોંગ્રેસે બહુમતી ગુમાવ્યાનું સાબીત થઇ જશે અને ભાજપ સત્તા સંભાળશે. હવે પછી અઢી વર્ષ પ્રમુખપદ સામાન્ય વર્ગ માટે છે. ઓપરેશન પાર પાડવા માટે ભાજપના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, તાલુકા પ્રમુખ ભરતસિંહ જાડેજા વગેરે કાર્યરત છે.

(11:54 am IST)