સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

વેરાવળમાં વર્ષોથી કાર્યરત મત્યસ્યોધોગ કચેરી રાજકોટ ખસેડાતા રોષ

વેરાવળ, તા.૧૪: વેરાવળમાં વર્ષોથી કામગીરી કરી રહેલ નાયબ મત્યસ્યોદ્યોગ નિયામક કચેરીને બંધ કરી રાજકોટ લઈ જવાની જાણ થતા માચ્છીમારો માં ભારે રોષ છે અને આ કચેરી વેરાવળમાં રાખવા રજુઆત કરાયેલ છે.

સાગરપુત્ર ફાઉન્ડેશન બોટ એસો.ના પ્રમુખ તુલશી ગોહેલે મંત્રીને લેખીતમાં રજુઆત કરેલ છેકે રાજયમાં સૌથી વધુ હોડી અને બોટો વેરાવળ, જામનગર, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ,ઓખા માં આવેલ છે તેની કચેરી વેરાવળ માં છે અને આ કચેરી વર્ષોથી કાર્યરત હોવાથી માછીમારો માટે અનેક સુવિધારૂપ બની રહેલ છે આ કચેરીને રાજકોટ લઈ જવાની જાણ થયેલ છે.

માછીમારોના હીત વિરૂઘ્ધ છે આ કચેરી દ્રારા ડીઝલ,કેરોસીન પાસ તેમજ તમામ યોજનાની કામગીરી થઈ રહેલ છે જેથી જો આ કચેરીને રાજકોટ ફેરવાય તો માછીમારો માટે મોટી મુશ્કેલી ઉભી થશે અને રાજકોટ સુધી લાંબુ થાવું પડશે અને હજારો માછીમારોને આર્થિક અને સમય ની બરબાદી થશે તેથી આ કચેરી વેરાવળ બંદરમાં કાર્યરત રહેવા તેવા આદેશ કરવા સાગરપુત્ર ફાઉન્ડેશને માંગણી કરી છે.

(11:47 am IST)