સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

જસદણમાં ગામ વચ્ચોવચ્ચ ગંદકીથી લોકો ત્રાહીમામ

જસદણ : સ્વચ્છ ભારત અભિયાનની વાતો વચ્ચે જસદણ નગરપાલિકાના બેદરકાર તંત્રવાહકોના કારણે શહેરની વચ્ચોવચ્ચ જ ગંદકીના ગંજ જામેલા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તાર આસપાસ નગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં તથા વચ્ચેથી પસાર થતી ખુલ્લી ગટરમાં ગંદકીના ઢગલાઓ ખડકાયા છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરનો ભારે ઉપદ્રવ ફેલાયો છે અને લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતી સર્જાય છે ત્યારે નગરપાલિકાના તંત્રવાહકો આ વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી ખુલ્લી ગટરમાં  પાઈપ ગટર નાખી કાયમી સ્વચ્છતા રહે તે માટે જરૂરી પગલા લ્યે તેવી માંગ પર્યાવરણવાદી અશોકભાઈ સહિતના જાગૃત નાગરીકોએ ઉઠાવી છે. તસ્વીરમાં ગંદકીના ગંજ નજરે પડે છે.

(11:47 am IST)