સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

વડીયા એસ.બી.આઇ. બેંકમાં ખાતેદારો પરેશાન

વડિયાઃ અહિંની એસ.બી.આઇ. બેંકમાં આંગણવાડી વર્કર બહેનોને ખાતુ ખોલાવવા માટે વારંવાર ધકકા ખાવા પડતા હોવાનું બહાર આવેલ છે. આંગણવાડી બહેનો અને હેલ્પરોનું જોઇન્ટ ખાતુ ખોલવા માટે આજે ૧૦-૧૦ દિવસ થયા બેંકના કર્મચારીઓ જવાબ આપતા નથી. સરકાર મહિલાઓના પ્રશ્નો ઉકેલવાની વાતો કરે છે પરંતુ બેંકમાં મહિલાઓને ખાતુ ખોલાવવા પણ ૧૦-૧૦ દિવસ રાહ જોવી પડે તે કયાંનો ન્યાય. આ બેંકમાં ગ્રાહકોની ફરિયાદ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનરલ મેનેજરને પણ ફરિયાદ કરવામાં આવેલ પરંતુ કોઇ પરિણામ આવેલ નથી. તસ્વીરમાં બેંક સેવાથી નારાજ બહેનો નજરે પડે છે.

(11:45 am IST)