સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

ઉનાના નાથળ ગામ. કિશોરીને ભગાડી જવાનો મુદે બે પરિવાર વચ્ચે બઘડાટી

ઉના તા ૧૪ : તાલુકાના નાથળ ગામે કરશનભાઇ નિમાભાઇ સોલંકી પોતાની દુકાને બેઠા હતા ત્યારે ડાયા કાના ચારણીયાની સગીર વયની દીકરીને નાથાળગામનો નાનજીભાઇ નો દિકરો ભાવેશ નાનજી ભગાડી ગયાની શંકાના આધારે નાથળ ગામે ડાયા કાના, જીગા કાના, નાનજી ડાયા, લાલો કાના, રમેશ કાના રેહે સોનારી તથા રામનાનુ, ભરત માધા રે. નાથળ સહીત ૮ શખ્સોએ ગેર કાયદેેસર મંડળી રચી તલવાર, કુહાડી,છરી, લોખંડનો પાઇપ ધારણ કરી ગાળો આપી ઝપાઝપી કરી હુકમલો કરતા કરશનભાઇ ભીમાભાઇ તથા ભીખાભાઇ ને માથામાં ગંભીર ઇજા કરી પગમાં ફેકચર આવતા દવાખાને સારવાર માટે ખસેડેલ  હતા. ઉના પોલીસમાં સોનારી ગામના ૮ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.

સામે પક્ષે લાખુબેેન ડાયાભાઇ ચારણીયાએ પણ તેમની સગીરવયની દીકરીને નાનજીભાઇનો દીકરો ભગાડી ગયાની શંકા રાખી તે બાબતે વાતચીત કરવા ડાયાભાઇ કાનાભાઇ વાત કરવા આવતા નાથળગામના નાનજી ભીમા, ભુરાભાઇ ભીમાભાઇ, જેન્તી ભીમા, કાના ભીમા, પોપટભાઇ નાનજી, લાલો, જેનુ બેન, ભુપત નાનજી રે. નાથળ વાળાએ એક શંપ કરી ગેરકાયદેસર મંડળી રચી કુહાડી, છરી, લોખંડનો પાઇપ ધારણ કરી ભુંડી ગાળો આપી હુમલો કરતા નાનજી ડાયા, રમેશ ડાયા, ભરત ભીમાભાઇને માથામાં ગંભીર ઇજા કરતા દવાખાને દાખલ કરેલ. ઉના પોલીસમાં લાખુબેન ડાયાભાઇ ચારણીયા રે. સોનારી વાળાઓ ૧૨ આરોપી સામે ફરીયાદ નોંધાવી પોલીસ ઇન્સ્પેકટર બી.એમ. ખાંભલા તપાસ કરી રહ્યા છે.

(11:42 am IST)