સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

બોટાદ ગીરનારી આશ્રમે અષાઢી બીજની રથયાત્રાની તૈયારી માટે મીટીંગ યોજાઇ

૧૦૮ કળશની પવિત્ર જળથી જગન્નાથજીનો જળાભિષેક કરાયો

બોટાદ, તા.૧૪: આગામી તા.૧૪: ૧૪-૦૭-૨૦૧૮ને શનીવારે અષાઢીબીજ પ્રસંગ્રે ભારતભરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તેવી જ રીતે સૌરાષ્ટ્ર- કાઠીયાવાડની બીજા નંબરની ૨૧મી રથયાત્રા બોટાદ ગીરનારી આશ્રમ જગન્નાથજી મંદિરેથી સવારે ૭:૦૦ કલાકે બોટાદ શહેર જિલ્લા કાઠી ક્ષત્રિય સેનાના(સુર્યસેના)પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દરવર્ષની જેમ આ વર્ષે પણ સંતો-મહંતોની બહોળી ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.

આ રથયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર ફરી ભકતજનોને દર્શન આપશે. બોટાદ શહેર જિલ્લાના તમામ ધર્મપ્રેમી જનતાને આ રથયાત્રા પ્રસંગ્રે ઉપસ્થિત રહેવા આમંત્રણ મહંત તરફથી આપવામાં આવેલ છે.

રથયાત્રાના આગલા દિવસે રાત્રે માતાજીનો નવરંગ માંડવો, ડાકડમનો કાર્યક્રમ અને સંતો  દ્વારા સંતવાણી(ભજન) પીરસવામાં આવશે. આગામી રથયાત્રા પ્રસંગ્રે ગીરનારી આશ્રમના રથયાત્રા કમિટી મેમ્બરલની અને સેવકગણની મીટીંગ યોજાયેલ તેમાં ગીરનારી આશ્રમ જગન્નાથ મંદિરના મહંત શ્રી નટુબાપુ(નાગાબાવા) તેમજ બોટાદ કાઠી ક્ષત્રિય(સુર્યસેના)સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા તથા માલધારી સમાજના વલુભાઇ બાળીયા તથા ઝવેરભાઇ સાંગાવદર તથા માસુકબાપુ તથા ગીરનારી આશ્રમના લઘુ મહંતશ્રી રાજગીરીબાપુ તથા બિલેશ્વ મંદીરના મહંતશ્રી તથા ઘેલા સોમનાથ મંદિરના મહંતશ્રી તથા પુ. આત્માનંદ સરસ્વતીજી તથા પુ. કિશોરાનંદજીબાપુ વિગેરે સંતો-મહંતો અને સેવકગણ દ્વારા આગામી રથયાત્રા અંગે ચર્ચાવિચારણા કરી રથયાત્રાની તડામાર તૈયારીમાં લાગી ગયો છે.

(11:41 am IST)