સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

ભાવનગર નજીક વીજ શોક લાગવાથી ૨૦ થી વધુ વિદેશી પક્ષી ફલેમિંગોનાં મોત

ભાવનગર તા ૧૪ : ભાવનગર શહેરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી તેમજ ગટરનું પાણી ભરાઇ રહેતું હોય આ વિસ્તાર એક વિદેશી પક્ષીઓ માટેખુબજ અનુકુળ વિસ્તારમાં છે, ખુબજ મોટા વિસ્તારમાં જુદી જુદી ઋતુમાં ફલેમિંગો સહિતના જુદા જુદા વિદેશી પક્ષીઓ વિહરવા માટે આવતા હોય છ.ફ હજારોની સંખ્યામાં અહીં ફલેમિંગોનો કાયમી વસવાટ છે ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી હાઇટેન્શન વીજ લાઇનને અડી જવાથી અહીં વારંવાર ફલેમિંગોના મોત થઇ રહ્યા છે. દરમિયાન મંગળવારે ભાવનગરનાં કુંભારવાડાનાં ખાર વિસ્તારમાં નીરમા ફેકટરીમાં જતી હાઇટેન્શન વીજ લાઇનન ેઅડી જવાથી ૨૦ જેટલા ફલેમિંગો પક્ષીઓના મોત થયા હતાં ફલેમિંગો પક્ષી ગુજરાત રાજયનું પક્ષી છે.જે ઘટનાને લઇને ફલરેસ્ટ વિભાગ દ્વારા વીજ કંપનીને નોેટીશ પણ પાઠવવામાં આવી હતી. ગઇકાલે ૨૦ ફલેમિંગો પક્ષીઓના મોત થતાં પક્ષી પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ  પક્ષીઓના મોત અંગે પક્ષી પ્રેમીઓ દ્વારા ફલરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. અને તેમણે .લેમિંગો પક્ષીનાં મૃતદેેહોનો કબજો મેેળવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગ દ્વારા મૃત ફોેમિંગો પક્ષીનું પી.એમ. કરાતા પક્ષીના મોત હાઇટેન્શન  લાઇનના વીજપ્રવાહને અડી જવાથી (એટલે કે શોર્ટ) લાગવાથી થયાનું બહાર આવ્યું છે.

(11:35 am IST)