સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

ગીર ફોરેસ્ટમાં તમામ જગ્યાઓ ઉપર નિમણૂંકો

મદદનીશ વન સંરક્ષક અને ૪ પરિક્ષેત્ર વન અધિકારીની કાયમી નિમણૂક

રાજકોટ તા. ૧૪ : ગુજરાતનુ જ નહિ પરંતુ દેશનું સૌથી મોટા ગૌરવ એવા એશિયાઈ સિંહ જાય વાશે છે તે ગીર ના જંગલમાં કેટલાક સમય થી મહત્વના અધિકારીઓની જગ્યાઓ ખાલી હતી અને તેને કારણે જાણે કોઈ ગીરનું રણીધણી ના હોય તે રીતે ગેરકાયદેસર ના લાઈન શો અને સિંહોને પજવણીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતા મીડિયા જગતમાં આ અંગેના અહેવાલો આવતા સરકાર ને હવે તેની ભૂલ સમજાઈ છે અને આજે ગીરની તમામ ખાલી જગ્યાઓ ઉપર અધિકારીઓની સરકારે નિમણુંક કરી છે જેમાં ૪ ACF (મદદનીશ વન સંરક્ષક) અને ૪ RFO (પરિક્ષેત્ર વન અધિકારી) ની કાયમી નિમણુંક કરવાના આદેશો આપ્યા છે. જે અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તેની યાદી નીચે મુજબ છે.

૪ ACF  (મદદનીશ વન સંરક્ષક)

(૧) પોરબંદરના (મદદનીશ વન સંરક્ષક) ડી. જે. પંડ્યા ને ગીર (પશ્ચિમ) વન વિભાગ - વિસાવદર (ખાલી પડેલી જગ્યા)

(૨) દેવ ભૂમિ દ્વારકા ના (મદદનીશ વન સંરક્ષક) જી. એ. સોઢા ને ગીર (પશ્ચિમ) વન વિભાગ - વેરાવળ (ખાલી પડેલી જગ્યા).

(૩) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન - જામનગર ના હર્ષ જે. ઠક્કર (મદદનીશ વન સંરક્ષક) ને ગીર (પૂર્વ) વન વિભાગ - ધારી (ખાલી પડેલી જગ્યા)

(૪) વન વિભાગ - જામનગર ના નિકુંજકુમાર જામસિંહ પરમાર (મદદનીશ વન સંરક્ષક) ને ગીર (પૂર્વ) વન વિભાગ - ઉના (ખાલી પડેલી જગ્યા)

(૫) વન વિભાગ - વ્યારાના ડી.બી.ત્રિવેદી (મદદનીશ વન સંરક્ષક)ને ડાંગ (દક્ષિણ) વન વિભાગ - આહવા (ખાલી પડેલી જગ્યા)

(૬) વન વિભાગ - ગોધરા એમ.જે.પરમાર (મદદનીશ વન સંરક્ષક)ને સામાજીક વનીકરણ વર્તુળ - અમદાવાદ (ખાલી પડેલી જગ્યા)

(૭) વન વિભાગ - આર.એલ.જાલંધર  (મદદનીશ વન સંરક્ષક)ને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ - હિંમતનગર (ખાલી પડેલી જગ્યા)

(૭) વન સંરક્ષક - ભરૂણના એચ.એસ.પટેલ (મદદનીશ વન સંરક્ષક)ને વલસાડ (દક્ષિણ વન વિભાગ) વલસાડ (ખાલી પડેલી જગ્યા)

(૮) વન સંરક્ષક - મહેસાણાના આઇ.એમ.રબારી (મદદનીશ વન સંરક્ષક)ને પોરબંદર વન વિભાગ - પોરબંદર (ડી.જે.પંડયાની બદલીથી ખાલી પડેલી જગ્યા)

(૯) વન સંરક્ષક - ભરૂચના જે.એમ.મેનગર (મદદનીશ વન સંરક્ષક) છોટાઉદેપુર વન વિભાગ - છોટાઉદેપુર (આર.બી.પટેલની બદલીથી ખાલી પડેલ જગ્યા)

(૧૦) વન સંરક્ષક - બોડેલીના આર.બી.પટેલને (મદદનીશ વન સંરક્ષક) ભરૂચ પેટા વિભાગ - ભરૂચ (એચ.એસ. પટેલની બદલીથી ખાલી પડેલ જગ્યા)

૪ RFO (પરિક્ષેત્ર વન અધિકારી)

(૧) સામાજિક વનીકરણ વિભાગ - સંતરામપુર ના (પરિક્ષેત્ર વન અધિકારી) શૈલેષ બી. ખાંભલા ને ગીર (પશ્ચિમ) વન વિભાગ - ડેડકડી રેન્જ (ખાલી પડેલી જગ્યા)

(૨) સામાજિક વનીકરણ વિભાગ - ઉના (પરિક્ષેત્ર વન અધિકારી) સુનિલ કે. દેસાઈ ને ગીર (પશ્ચિમ) વન વિભાગ - દેવળીયા રેન્જ (ખાલી પડેલી જગ્યા)

(૩) સામાજિક વનીકરણ વિભાગ - વિસાવદર (પરિક્ષેત્ર વન અધિકારી) વિજય એમ. ચોધારી ને ગીર (પૂર્વ) વન વિભાગ - હડાળા રેન્જ (ખાલી પડેલી જગ્યા)

(૪) વન વિભાગ - જામનગર - લાલપુર રેન્જ (પરિક્ષેત્ર વન અધિકારી) આર. બી. કેશવાલા ને ગીર (પશ્યિમ) વન વિભાગ - સાસણ રેન્જ (ખાલી પડેલી જગ્યા)(૨૧.૬)

(10:06 am IST)