સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

કોટડાસાંગાણીના રામોદમાં પુર સંરક્ષણ પાળો ખોટી જગ્‍યાએ બનાવાતા મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન

કોટડા સાંગાણી  : રાજકોટ કોટડા સાંગાણી તાલુકા નાં રામોદ ગામે પટેલ સમાજ ની વાળી પાસે નદી માં પૂર સંરક્ષણ પાળો બનતો હોય જે ગેર કાયદેસર હોય તે પાળો બનતો અટકાવવા માટે રામોદ ગામનાં રહેવાસી વિજયાબેન વિજયભાઈ રાઠોડ નામનાં મહિલાએ તા:-//૧૮ નાં રોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ ને અરજી કરેલ તે અરજી ની નકલ જિલ્લા કલેક્ટર  રાજકોટ,મામલતદાર કોટડા સાંગાણી, સિંચાઈવર્તુળ જિલ્લા પંચાયત રાજકોટ, તાલુકા વિકાસઅધિકારી કોટડા સાંગાણી, ને  મોકલેલ....

પરંતુ તંત્ર તરફ થી કોઈ પગલા નહીં લેવાતા પાળો બનાવવા નું કામ ચાલુ કરી દેવા માં આવ્યું છે, જેના વિરુધ્ધ માં તા:-૧૨//૧૮નાં રોજ કોટડા સાંગાણી મામલતદાર કચેરી   ન્યાય મળે ત્યાં સુધી મહિલાઓ ઉપવાસ ઉપર બેસી ગયા છે....

ઉપવાસ ઉપર બેઠેલાં લોકો નો એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા  બનાવવામાં આવી રહેલો પૂર સંરક્ષણ પાળો અગાઉ અન્ય જગ્યા મંજુર થયેલ છે. ત્યાં આજ સુધી કોઈ કામ ચાલું થયેલ નથી અને હાલમાં જે જગ્યા પાળો બનાવવા નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તે અમુક સમાજ ના  લોકો ની શાબાશી  મેળવવા માટે કરેલ છે,

(11:00 pm IST)