સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

નવલખી દરિયામાં બાજ ડૂબી જતા ૧૫૦૦ ટન કોલસો પાણીમાં ડૂબી ગયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૪: તોકેત વાવાઝોડુ ત્રાટકવાની શકયતા હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.ત્યારે માળિયાના નવલખી બંદરે પણ સાવચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવી રહ્યા છે.વાવાઝોડાની શકયતાને લઈને પવનની ગતિ તેજ થઇ છે અને દરિયામાં પુર ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે નવલખી દરિયામાં પવન તેજ ગતિએ ફૂકાતો હોય દરમિયાન મોઝાં પણ વધારે ઉછળતા બાજ (નાની બોટ)માં મોઝાં ભરાઈ ગયા હતા જેથી તે ડૂબી ગયું હતું તો તે બાજમાં ૮ લોકો સવાર હતા પણ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ બાજમાં ૧૫૦૦ ટન કોલસો પાણીમાં ડૂબી ગયો હોવાની જાહેરાત કરણભાઈ ભરતકુમાર મહેતાએ માળિયા પોલીસમાં કરી છે તો માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)