સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

પ્રભાસપાટણમાં ખેડૂતો અને કોળી સમાજ દ્વારા ત્રણ ટ્રેકટરો ભરીને લાકડાનું દાન

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૧૪ : પ્રભાસપાટણ વિસ્તારમાં આવેલા કંસારા કાઠીના ખેડૂત મિત્રો અને કોળી સમાજના યુવાનોએ લાકડા ભેગા કરીને સ્મશાનમાં ત્રણ ટ્રેકટરો મોકલાવેલ છે.

આ લાકડા મોકલવામાં કોળી સમાજના સેવાભાવી ગરેજી દિપકભાઇ બામણીયા, વાલજીભાઇ, વાજા જેન્તીભાઇ, વાજા પુંજાભાઇ, ગઢીયા દિલીપભાઇ, સોલંકી સુરેશભાઇ, વાઢેર શૈલેષભાઇ, ગરેજા સંજયભાઇ, બામણી વિજયભાઇ, વાસણ ભરતભાઇ, અજયભાઇ ગઢીયા, વાઢેર હસમુખભાઇ, ગઢીયા જીતુભાઇ, ભીખાભાઇ, અજયભાઇ, પરમાર હિતેશભાઇ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી છે. અહી રોજ ૨૫ થી ૩૦ મૃતદેહોનું વિનામુલ્યે અગ્નિસંસ્કાર કરાય છે.

(11:01 am IST)