સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

ગોંડલના રાણસીકીના માનસી બોઘાણીને જીટીયુમાં ગોલ્ડ મેડલ

ગોંડલ : તાલુકાના રાણસીકી ગામના વતની મુકેશભાઇ બોઘાણીની દીકરી માનસી બોઘાણીએ GTU માં બાયોટેકનોલોજી એન્જિનિયરીંગમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. GTU ના પદવીદાન સમારોહમાં માનસી બોઘાણીનું રાજયપાલ ઓ.પી. કોહલી અને શિક્ષણમંત્રીની હાજરીમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.

(3:21 pm IST)