સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

મોરબીમાં પત્રકારો દ્વારા આવેદન

મોરબી : જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયાના તમામ પત્રકાર મિત્રોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, જુનાગઢ ખાતે લાઇવ કવરેજ કરી રહેલા પત્રકારો પર પોલીસ કર્મીઓએ ચેનલના પત્રકારો પર લાઠીચાર્જ કરીને ચોથા સ્તંભને દબાવવાના કરેલ પ્રયાસનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ન્યાયની માંગણી સાથે પ્રિન્ટ અને ઇલેકટ્રીક મીડિયાના પત્રકારોએ કલેકટરને આવેદન પાઠવેલ તે તસ્વીર.

(1:51 pm IST)