સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટાની શકયતા

અમદાવાદ ;રાજ્યમાં આગામી ચાર દિવસો દરમિયાન ગુજરાતના કેટલાય સ્થળોએ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

(1:18 pm IST)