સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

જામનગરમાં લેઉવા પટેલ સમાજમાં આધુનિક કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન :

જામનગર :  શહેર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ સંચાલિત લેડીસ હોસ્ટેલમાં સેન્ટ્રલી એસી થી સુસજ્જ અતિ-આધુનિક કમ્પુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમાજ દ્વારા કન્યા કેળવણી માટે ચાલતી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ખાસ ૫૦ જેટલી અતિ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ આવનારી પેઢી સમય સાથે કદમ મિલાવે તે હેતુથી આ લેબનું નિર્માણ કરાયું છે. આ કોપ્યુટર લેબનું લોકાર્પણ ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, ગોરધનભાઈ રાબડીયા, ધીરુભાઈ સાવલિયા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી,શહેર ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા,સમાજના ઉપપ્રમુખ અરજણભાઈ સોજીત્રા, મંત્રી અશોકભાઈ ચોવટિયા, ખજાનચી લવજીભાઈ વાદી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:15 pm IST)