સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

લીંબડી-સાયલા હાઇ-વે ઉપર ર કાર વચ્ચે ટક્કરઃ ૧ નું મોતઃ ૧૦ ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સાયલા હાઇવે અકસ્માત માટે જાણે રોજબરોજ પંકાઇ ગયો છે. ત્યારે હાલમાં લખાય છે. ત્યારે સાયલા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બે કાર સામ-સામી  ધડાકાભેર અથડાતા આ અકસ્માતની ઘટનામાં જયારે ૧૦ જેટલા લોકો આ સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ઘાયલ થયા છ.ે જેઓને ૧૦૮ ના માધ્યમ થકી સારવાર માટે ખસેડવામાં આવ્યા છ.ે

આ અકસ્માતમાં ગોબરભાઇ નામના વ્યકિતનું મોત થયું હતું જયારે  સુરેશભાઇ ગોવિંદભાઇ, મનોજભાઇ જેરામભાઇ, પ્રવિણભાઇ નટુભાઇ, ભારતીબેન ગોબરભાઇ, સરોજબેન અરવિંદભાઇ, હંસાબેન ગોસ્વામી, પ્રવિણગીરી ગોસ્વામીને ઇજા થઇ હતી.

અકસ્માતની જાણકારી મળતાની સાથે જ લીંબડી-સાયલા પોલીસ અકસ્માત સ્થળ ઉપર પહોંચી છે અને બન્ને વાહનો સાઇડમાં ખસેડવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.

(1:14 pm IST)