સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

લજાઇ-ટંકારા વચ્ચે ખૂંટીયા સાથે બાઇક અથડાતાં બે યુવાનને ઇજા

નાની વાવડીના ભાવિક અને જામનગરના રવિને ઇજા

રાજકોટ તા. ૧૪: લજાઇ-ટંકારા વચ્ચે રાત્રીના રોડ પર અચાનક ધસી આવેલા ખૂંટીયા સાથે બાઇક અથડાતાં બાઇક પર બેઠેલા મોરબીના નાની વાવડીના ભાવિક રાજેશભાઇ બસીયા (ઉ.૧૯) અને સાથેના જામનગર તિરૂપતીમાં રહેતાં રવિ અશોકભાઇ ગરચર (ઉ.૨૨)ને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા જાણ કરી હતી.

(11:47 am IST)