સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

કોડીનારના ઇંચવડ ગામે ખેડુતના પશુ બાંધવાના મકાનમાં મગર ઘુસી

કોડીનાર તા ૧૪: ચંદુભાઇના પશુ બાંધવાના મકાનમાં ત્રણ ફૂટ લાંબી મગર ઘુસી જતા પશુઓને હેમખેમ બહાર કાઢયા હતા અને વન વિભાગને તત્કાળ જાણ કરાતા, જામવાળા વન વિભાગની ટીમ ઇંચવડ ગામે પહોંચી મગર ને પકડવા રેસ્કયુ હાથ ધર્યુ હતું.

વન વિભાગની ટીમ દ્વારા મગરને પકડવા મકાનની અંદર રેસ્કયુ હાથ કરાયું હતું, જોકે ખુંખાર મગર વન વિભાગની રેસ્કયુ ટીમ ને હાથ તાળી આપી ભાગમભાગ કરતા અફરા તફરી મચી હતી. આખરે મગર શેરડીના વાડમાં ઘુસી જતા વન વિભાગ ટીમે ફરી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું

જોકે શેરડી નો વાડ પાણીથી ભરેલો હોવાના કારણે મગરનું રેસ્કયુ વધારે ખતરનાક અને ભયજનક બન્યું હતું.

છેલ્લા દોઢ મહીનામાં કોડીનાર વનવિભાગે ૫ મગરના રેસ્કયુ કરી પાંજરે પુરી, આ પાંચેય મગર કોડીનાર ના નવાગામની અંદર ઘુસી હતી અને હવે ઇંચવડ ગામે મગર દેખાતા ફરી એક વખત વનવિભાગની ટીમે રેસ્કયુ હાથધર્યુ હતું.

ઇંચવડ ગામ સીંગોડા નદીના કિનાર ેહોવાના કારણે મગર અનેક વખત ખુડુતના વાડી વિસ્તારો અને ગામમાંઘુસી આવે છે.કારણકે સીંગોળા નદીમાં અનોક મગરો રહેઠાણ કરી રહી છે.

(11:29 am IST)