સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

જૂનાગઢમાં પત્રકારો સાથે ગેરવર્તનની ઘટના દુઃખદ : પ્રેસ અને પોલીસ એક બીજાના પર્યાય: રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી

પોલીસ અને પ્રેસમિત્રોએ રાગદ્વેષ ન રાખી પરસ્પર સનકલનમાં રહીને કામ કરવું.જોઈએ

:ગઈકાલે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે હોબાળો થતા તેનું કવરેજ લેવા ગયેલા મીડિયાકર્મી પર પોલીસે કરેલ ગેરવર્તન અંગે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ કહ્યું છે કે જે બન્યું એ દુઃખદ છે. પગલાં લેવાય ગયા છે. પ્રેસ અને પોલીસ એક બીજાના પર્યાય છે

  . આ ઘટનાને દુસ્વપ્ન ગણી ને ભૂલી જવાની છે. પોલીસ અને પ્રેસમિત્રોએ રાગદ્વેષ ન રાખી પરસ્પર સનકલનમાં રહીને કામ કરવું.વાત સાચી છે..એક બનાવને લઈને સૌએ કાયમ માટે મનમાં ગાંઠ રાખી ને ચાલવું ન જોઈએ. અત્યાર સુધી પોલીસ અધિકારીઓ, જવાનો સાથે જે આદરભાવ, સન્માન અને મિત્ર ભાવથી કામ કરીએ એવી અપેક્ષા.

(11:11 pm IST)