સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

જાવેદભાઇ પીરઝાદાના સગા ભાણેજનું કોરાનાથી મૃત્યુ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વાંકાનેરના ધારાસભ્ય જાવેદભાઇના સગા ભાણેજ મુશરફઅલી અલ્તાફઅલી સૈયદ (ઉ.પ૦)એ દમ તોડયો

(મહમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૪ : વાંકાનેરના ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાના સગા ભાણેજ મુશરફઅલી અલ્તાફઅલી સૈયદ (ઉ.પ૦) નું કોરાનાથી મૃત્યુ થયેલ છે.

વાંકાનેરના ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાના સગા ભાણેજ મુશરફઅલી અલ્તાફઅલી સૈયદ (ઉ.પ૦) ને કોરાનાનો ચેપ લાગી જતા તેમને ગઇકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતા. અને સારવાર દરમિયાન મુશરફઅલીનું મૃત્યુ નીપજયું હતું.

(2:56 pm IST)