સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

બ્રહ્મસમાજ પાલિકા શહેરમાં ભારે શોકની લાગણી !!

ખંભાળિયા પાલિકાના સેવાભાવી ઇજનેર મુકેશ જાનીનું કોરોના સંક્રમણમાં મૃત્યુ

ખંભાળીયા, તા. ૧૪ :  નગરપાલિકાના હાલના સ્ટાફમાં સ્ટાફના હિત તથા શહેરના હિતની વાતમાં જા કોઇ આગળ પડતુ હતુ તો વોટર વર્કસ ઇજનેર મુકેશભાઇ જાની હતા જેઓ ગઇ કાળે રાત્રે કોરોના સંક્રમણમાં ખાનગી હોસ્પિટલમાં ખંભાળિયામાં અંતિમ શ્વાસ લીધા હતા !!

વલ્લભ વિધાનગરમાં સીવીલ ઇજનેર થયેલ મુકેશભાઇ જાનીના પિતા યુ...ના દેશમાં નોકરી કરતા હોય ત્યાં તેમને નોકરી કરાવવાની તેમના પિતાની ઇચ્છા હતી પણ મુકેશભાઇઍ ખંભાળિયા પાલિકાને પોતાની કર્મભૂમિ બનાવી ને વોટર વર્કસ વિભાગના વડા તરીકે વર્ષોથી સુંદર કામગીરી કરીને વરસતા વરસાદમાં તૂટેલી પાઇપો જાડીને શહેરને પાણી પુરૂ પાડ્યું હતું તથા પાણી પ્રશ્ને હંમેશા ઍકિટવ રહેવા પાણીદાર અધિકારી ગઇકાલે મૃત્યુ પામતા પાલિકા કર્મચારીઓ તથા બ્રહ્મ સમાજ અને શહેરીજનોમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

પ્રખંડ જયોતિષી, શિવ ઉપાસક વેદમંત્રોના જ્ઞાતા તથા ખુબ ધાર્મિક સ્વભાવના જાનીભાઇ હોસ્પિટલમાં હતા ત્યાંથી ગૌ માતા માટે નિર્ધારીત રકમ દર મહિને મોકલતા તે ત્યાંથી મોકલી હતી.

શરદી ઉધરસ કફ થતા તેમને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તથા ખંભાળિયા શહેરના નિષ્ણાંત તબીબો તથા છેક અમદાવાદ મુંબઇના નિષ્ણાંત તબીબોની વીડીયો કોલીંગની ટ્રીટમેન્ટ થતી હતી તથા સ્થિતિ સારી થતી હતી ત્યાં ગઇકાલે રાત્રે ૧ર-૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો !!

છેવટ સુધી ઍકિટવ

મુકેશભાઇ જાનીઍ નવા પાલિકા વોર્ડના આવતાની સાથે પંદર દિપહેલા ખંભાળિયાને રોજ પાણી મળે તે માટે ૬ા કરોડની સરકારી યોજના કાર્યાન્વિત કરવા તથા ઘી ડેમ પાસેથી ગામમાં આવતી લાઇનો તૂટી જાય છે તે ચોમાસમાં ના તૂટે તે માટે જમીનમાં ઉંડે નાખવા ની વાતો આયોજનમાં લેવડાવી હતી. ઘી નદી પર રીવર ફન્ટનું સપનું હતુ અને ચાલુ બોર્ડના સમયમાં તેવો નિવૃત્ત થનારની વાતો કરતા હતા ત્યાં મૃત્યુ પામ્યા!!

સ્વ. મુકેશભાઇ જાનીનો પુત્ર પાવન થોડા સમય પહેલા ઍમ.બી.બી. ઍસ. ડોકટર થયો હતો. તથા સ્વ. જાની વર્ષોની રામનાથ ગૌશાળા-ચલાઉતા હતા તથા સ્વ. જાની વર્ષોથી રામનાથ ગૌશાળા-ચલાઉના હતા તથા થોડા સમય પહેલા રામ મંદિર નિર્મણના ફાળામાં મહત્વનું કામ કર્યુ હતું તથા ઘી ડેમ પાસેના ગરીબો માટે તો તે દેવતા સમાન સેવકાર્યો કરતા હતા તથા ચુસ્ત આર. ઍસ.ઍલ. વી.ઍચ.પી. ના કાર્યકર હતા.

રાત્રે કોરોના ગાઇડ લાઇન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરયા હતા. ખંભાળયા પાલિકકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારો. ચેરમેન હિનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણીઓ મોહનભાઇ મોકરીયા, હિતેન્દ્રભાઇ આચાર્ય, વિપુલભાઇ જાશી, મહેન્દ્રભાઇ જાશી, અજીતભાઇ કિરણ સાતા, પૂર્વ પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતિ ફાલગુનીબેન વ્યાસ, અબોટી, હરેશભાઇ ભટ્ટ, પૂર્વ બ્રહ્મ સમાજ પ્રમુખ વિજયભાઇ રાજયગુરૂ, જયોતિની સંજયભાઇ થાનકી ઍડવોકેટ કમલેશભાઇ દવે, ઍડ. સી.ઍમ. જાશી તથા અનેક આગેવાનો સદ્દગતને શ્રધ્ધાંજલિ આપી હતી.

(1:02 pm IST)