સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

એકિટવ આંક ૧૮૧ બેવડી સદી ભણી

દેવભૂમિ જિલ્લામાં કોરોના ફરીથી વધ્યો ર૪ પોઝીટીવ

ખંભાળિયા તા. ૧૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોમાં વધારો  થતા ર૪ કલાકમાં ર૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જયારે ડિસ્ચાર્જની એકપણ થયા નથી.

નવા કેસોમાં ર૪માંથી ૧૩ ખંભાળિયામાં નોંધાયા છે જેમાં ખંભાળિયા શહેરમાં હરસિંધનગરમાં બેટાનીમાં ભીંડા તથા લાવપાડામાં નોંધાયા છે  છ કેસ કલ્યાણપુરમાં નોંધાય છે. જેમાં ભાટીયા, ભોગાત, કલ્યાણપુર નંદાણા,જેવા ગામો છે તો દ્વારકાના ઓખા, મીઠાપુર, વિ. સ્થળે ત્રણ નોંધાયા છે. તો ભાણવડ તથા ભાણવડના મેવાસામાં બે કેસ નોંધાયા છે.

એકટિવ કેસ બેવડી સદી ભણી !!

હજુ પંદર દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકિટવ કેસની સંખ્યા ૧૦ ની અંદર હતી તે ૧૦૦ અને ૧પ૦ પછી ૧૮૧ થતા બેવડી સદી તરફ કુચ કરતા હાહાકારની સ્થિતી ઉભી થઇ છે.

(12:46 pm IST)