સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સ્થિતી ગંભીર

વેરાવળ, તા.૧૪: ગીર સોમનાથ જીલ્લામાં કોરોના સ્થિતી ગંભીર બનેલ છે સીવીલ  હોસ્પીટલ, ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓથી ભરાઈ ગયેલ છે. ઈન્જેકશનો દવાઓ આડેધડ લખાતા દર્દીઓના પરીવારજનોમાં ભારે ચિંતા ફેલાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં છ તાલુકામાં કોરોના સ્થિતી ગંભીર થતી જાય છે મુખ્ય મથક વેરાવળ સીવીલ હોસ્પીટલ દર્દીઓથી ભરાઈ ગયેલ છે પાંચ ખાનગી હોસ્પીટલોને મજુરી અપાયેલ છે જે પણ ફુલ થઈ ગયેલ છે બીજી અનેક ખાનગી હોસ્પીટલોમાં કોરોનાની સારવાર થઈ રહેલ છે જે ઈન્જેકશનો, દવાઓ મળતી નથી તે આડેધડ લખાતી હોય તેથી વાલીઓમાં ભારે ચિંતા ફેલાયેલ છે સમગ્ર વિસ્તારમાં ભય અને ડર નું વાતાવરણ છે છ તાલુકાના મુખ્ય શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન છે ત્યારે વેરાવળમાં કોઈ અસર નથી ગામડાઓ જડબેસલાખ બંધ છે હજુ વધારે ખાનગી હોસ્પીટલો અથવા સરકાર હોસ્પીટલોમાં કોરોનાની સારવાર થાય તે માટે માંગ ઉઠી છે.

રમઝાન માસનો પ્રારંભ

ંવેરાવળ સુત્રાપાડામાં પવિત્ર રમઝાન માસનો બુધવાર થી પ્રારંભ થશે જેથી મુસ્લીમ બિરાદરોમાં જેની તમામ તૈયારીઓ કરેલ હતી.

વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં હજારો મુસ્લીમ પરીવારો પવિત્ર રમઝાન માસ બુધવારથી પ્રારંભ થઈ રહેલ છે તેના માટે તૈયારીઓ  કરેલ હતી રમઝાન માસમાં સરકારના નિતી નિયમ મુજબ નમાઝ પઠવા સહીતના ધાર્મિક કાર્યક્રમો ધરે રાખવા માટે અપીલ કરાયેલ હતી દરેક મુસ્લીમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસ માં કોરોના મહામારી વ્હેલી તકે નાબુદ થાય તે માટે અલ્લાહ પાસે ઈબાદત કરવી.

શહીદોને શ્રઘ્ધાંજલી અપાય

વેરાવળમાં ગુજરાત નેવલ યુનીટ એનસીસી દ્રારા જલીયાવાલાબાગમાં જે શહીદ થયેલ હતા તેને ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શ્રઘ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયેલ હતો તેમજ ચોપાટી દરીયાકિનારે સાફ સફાઈ નો કાર્યક્રમ રખાયેલ હતો. આ કાર્યક્રમમાં યુનીટના અધિકારીઓ વિદ્યાર્થીઓ જોડાયેલ હતા.

સીડોકર ગામે જુગાર રમતા પાંચ

સીડોકર ગામે નવાપરા વિસ્તારમાં જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમી રહેલ યુસુફ દાદાભાઈ ચૌહાણ,આસીફ રહેમાન આરબા,અખતર ઈબ્રાહીમ ભારા,સોયેબ રહેમાનભાઈ આરબા,ઈમરાન ફારૂકભાઈ મુગલને રોકડા રૂ.૪૦પર૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:45 pm IST)